Home /News /kutchh /Kutch: નવરાત્રી પૂર્વે જ પત્રી વિધિનો મુદ્દો ફરી કોર્ટમાં; હાઈકોર્ટે નીચલી કોર્ટમાં અરજી કરવા સૂચન કર્યું

Kutch: નવરાત્રી પૂર્વે જ પત્રી વિધિનો મુદ્દો ફરી કોર્ટમાં; હાઈકોર્ટે નીચલી કોર્ટમાં અરજી કરવા સૂચન કર્યું

ગત વર્ષે ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાએ પત્રી ઝીલી હતી

ગત વર્ષે ભુજ અધિક ડીસ્તટ્રીક્ટ કોર્ટના હુકમ બાદ રાજપરિવારના મહારાણી પ્રીતિદેવીએ માટેના મઢ ખાતે પત્રી વિધિ કરી હતી. પરંતુ રાજપરિવારનો બીજો પક્ષ નાખુશ થતાં હાઇકોર્ટમાં અપીલ કરી હતી

  Dhairya Gajara, Kutch: નવરાત્રી આવી રહી છે અને આશાપુરા માતાજીના કચ્છમાં આવેલા પ્રખ્યાત બે મંદિરોએ નવ દિવસના પર્વની તડામાર તૈયારીઓ શરૂ કરી છે તે વચ્ચે માતાના મઢ ખાતે પત્રી વિધિ કરવા મુદ્દે ફરી નવું વળાંક આવ્યું છે. રાજપરિવારનો એક પક્ષ હાઇકોર્ટમાં આ મુદ્દાને લઈને જતા હાઈકોર્ટે નીચલી કોર્ટમાં જવા સૂચન આપ્યું છે. ત્યારે નવરાત્રિને હવે માત્ર 10 દિવસ બાકી છે તે પહેલા આ કેસ કચ્છની કોર્ટમાં ફરી એક વખત ચાલશે.

  પત્રી વિધિ શું છે?

  આસો માસની નવરાત્રીની આઠમના રોજ રાજપરિવાર તરફથી મહારાવ સૂર્યોદય પહેલાં ચાચરકુંડ ખાતે નહાવા પધારે છે. અને તે બાદ ચાચરા ભવાનીના મંદીરમાં પૂજા કરે છે. ત્યાર બાદ આશાપુરા માતાજીના મંદીરમાં માતાજીનો ભુવો પત્રી નામના છોડવાના પાંદડાનો ઝુમખો કરી માતાજીના જમણા ખભા ઉપર રાખે છે. જાગરીયાઓને બોલાવી ડાકો તથા ઝાંઝ વગાડવામાં આવે છે અને મહારાઓ પોતાની પછેડીનો ખોળો પાથરી પતરી મેળવવા માતાજીને પ્રાર્થના કરે છે, અને જ્યાં સુધી પત્રી મહારાઓના ખોળામાં નથી પડતી ત્યાં સુધી સતત ઊભા રહી પ્રાર્થના કરે છે.

  પત્રી વિધિ મુદ્દેનો વિવાદ વર્ષ 2009 માં નવરાત્રીની આઠમના રાબેતા મુજબ પત્રી વિધી કરવા ગયેલા પ્રાગમલજી ત્રીજાએ શારિરીક અસ્વસ્થતા અનુભવતા તેમની બાજુમાં હાજર જુવાનસિંહ હમીરજી જાડેજાને પરંપરા મુજબ વિધી કરવાનું કહેલું જે બાદ જુવાનસિંહે ચાચરા ભવાની અને ચામરની પૂજા કરી હતી. તે ઉપરાંત પ્રાગમલજીએ તેમને આશાપુરા માતાજીના મંદિરમાં પત્રી ચડાવી અને ખોળો પાથરીને પત્રી ઝીલવાનું કહેલું, જેનો ત્યાં ઉભેલા રાજબાવા યોગેન્દ્રસિંહ કરમશીએ વિરોધ કર્યો હતો.

  ત્યારબાદ પ્રાગમલજી ત્રીજાએ 2010 ની સાલમાં રાજબાવા અથવા પુજારીને આ વિધિ રોકવાનું કોઈ હક્ક અધિકાર નથી. તેવા પ્રકારનું હુકમનામું ફરમાવવા લખપત તાલુકાની દયાપર કોર્ટમાં અરજી કરી હતી. તો કોર્ટે હુકમ આપતા કહ્યું કે ભુવા પુજારી દ્વારા કરાવવામાં આવતી આ વિધીને રોકવાનો કે તોડવાનો કોઈ પણ હક્ક કે અધિકાર રાજબાવા યોગેંદ્રસિંહને પ્રાપ્ત થયો નથી.

  પત્રી વિધિની ઐતિહાસિક ઘટના ગત વર્ષે નવરાત્રી પહેલા રાજપરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનો અવસાન થતાં પત્રી વિધિ મુદ્દે કચ્છ જિલ્લા કોર્ટમાં ચાલતા કેસમાં ભુજના અધિક ડિસ્ટ્રિક્ટ કોર્ટ જજ આર.વી. મંડાણીએ હુકમ કર્યો હતો કે આ વિધિ એ રાજપરિવારની વિધિ છે. અને આ ફક્ત રાજવી કુળના વંશાનુક્રમે આવતા નજીકના વ્યક્તિ રાજપરિવારની મુખ્ય વ્યક્તિ સાથે રહીને જ કરી શકે.

  જે બાદ ગત વર્ષ રાજ પરિવાર તરફથી પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિ દેવીએ પત્રી વિધિ કરી હતી. તો ઇતિહાસમાં ક્યારેય ન થયું હોય તેવી આ ઘટનામાં પ્રથમ વખત કોઈ મહિલાએ પત્રી વિધિ કરી હતી. પત્રી વિધિના ભુજ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સામે પક્ષે પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ હનુમંતસિંહ જાડેજા હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગઇકાલે હાઇકોર્ટના જજ હેમંત પ્રચ્છક દ્વારા આ અપીલને ફરી નીચલી કોર્ટમાં લઈ જવા હુકમ કરાયો હતો. એક તરફ નવરાત્રી નજીક હોતાં રાજપરિવારના એક પક્ષ દ્વારા પત્રી વિધિ માટે મહારાણી પ્રીતિદેવીના નામની જાહેરાત કરી છે તો બીજી તરફ હનુમંતસિંહના પક્ષ તરફથી વકીલોએ એપેલેટ કોર્ટમાં અરજી કરવાની તૈયારીઓ શરૂ કરી છે.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन