છેલ્લા અનેક વર્ષોથી અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિની ખ્યાતિ ઘરે ઘરે ખૂબ વધી છે. સામાન્ય જ્ઞાનના પ્રશ્નોના જવાબ આપી રોકડ ઈનામ જીતવાની તક આપે છે. કચ્છમાં મહેસૂલ શાખાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જયશ્રીબા ગોહિલે આ શોમાં ભાગ લઈ રૂ. 25 લાખની રકમ જીતી હતી. News18 સાથે ખાસ વાતચીત કરતા જયશ્રીબાએ જણાવ્યું હતું કેે જીતેલી ધનરાશિથી તેઓ પોતાના ઘરની લોન ચૂકવશે તેમજ તેમના પુત્ર સાથે બર્ફીલા પ્રદેશ ફરવા જશે.