Home /News /kutchh /G20 in Kutch: એરપોર્ટ પર ઉતરતાની સાથે જ G20ના ડેલીગેટ્સ કરશે કચ્છી સંસ્કૃતિના દર્શન!

G20 in Kutch: એરપોર્ટ પર ઉતરતાની સાથે જ G20ના ડેલીગેટ્સ કરશે કચ્છી સંસ્કૃતિના દર્શન!

X
એરપોર્ટ

એરપોર્ટ પર G20 ડેલીગેટ્સના સ્વાગતની તૈયારીઓ ચાલુ

G20 સમીટના ડેલીગેટ્સ ભુજ એરપોર્ટ ખાતે ઉતરે તે સમયથી જ કચ્છી સંસ્કૃતિના દર્શન થાય તે પ્રકારનું આયોજન ભુજ એરપોર્ટ ખાતે હાથ ધરાઈ રહ્યું છે

    Dhairya Gajara, Kutch: G20 સમીટને લઈને કચ્છભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઠેર ઠેર G20 લોગો વાળા બેનર ઊભા કરવામાં આવી રહ્યા છે તો G20 સંબંધિત ભીંત ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. તો કચ્છમાં G20 સમીટની શરૂઆત ક્યાંથી થશે તે એરપોર્ટનું પણ કાયાપલટ કરવામાં આવી રહ્યું છે. ભુજ એરપોર્ટ પર બધા જ વિદેશી ડેલીગેટ્સના સ્વાગત સાથે કચ્છની ધરતી પર ઊતરતાં જ કચ્છની સંસ્કૃતિનો પરિચય થાય તેવી તૈયારી એરપોર્ટ પર ચાલી રહી છે.

    વિશ્વના વિવિધ દેશોના 80થી વધુ ડેલીગેટ્સ જ્યારે ભુજ એરપોર્ટ પર ઉતરે ત્યારે પહેલા ઇમ્પ્રેશનમાં જ તેમને કચ્છ અને ગુજરાતની સંસ્કૃતિની ઝલક જોવા મળે તે માટે ભુજ એરપોર્ટ પર તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. એરપોર્ટના એપ્રન વિસ્તારમાં તેમનું સ્વાગત કરી ત્યાં જ તેમના માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. ટર્મિનલ બિલ્ડિંગને પણ આ પ્રસંગે ખાસ સજાવવામાં આવશે અને એરપોર્ટના સિટી સાઈડના ભાગમાં G20 સબંધિત વિવિધ બેનર અને ડેલીગેટ્સની તસવીરો મૂકવામાં આવશે.


    એક વિશિષ્ટ પ્રકારનું બાંધકામ ધરાવતા ભુજ એરપોર્ટ પર G20 સમીટ માટે ખાસ મેન્ટેનેન્સ કામ પણ હાથ ધરાઇ રહ્યું છે. એરપોર્ટ સંકુલમાં આવેલી વિવિધ ગાર્ડન લૉનને પણ સજાવવામાં આવી છે અને સાથે જ કચ્છની વિવિધ હસ્તકળાઓ દર્શાવતા એક વિશેષ સ્ટોલની પણ શરૂઆત કરવામાં આવી છે. તો એરપોર્ટની અંદર ડેલીગેટ્સના આરામ માટે બે વિશેષ લાઉન્જ પણ તૈયાર કરવામાં આવશે.

    પહેલી વખત કચ્છમાં આ પ્રકારની આંતરાષ્ટ્રીય સમીટ યોજાવા જઈ રહી છે ત્યારે વિવિધ દેશોથી આવતા મહેમાનો કચ્છની સંસ્કૃતિ, પરંપરા અને અતિથિ સત્કારને જાણે તે માટે ભુજ એરપોર્ટ સજ્જ થઈ રહ્યું છે.
    First published:

    Tags: Local 18, ગુજરાત

    विज्ञापन