Home /News /kutchh /જી-20 સમિટના ડેલિગેટ્સની સફેદ રણમાં કેમલ સફારી, કચ્છી સંસ્કૃતિની ઝાંખીથી સ્વાગત

જી-20 સમિટના ડેલિગેટ્સની સફેદ રણમાં કેમલ સફારી, કચ્છી સંસ્કૃતિની ઝાંખીથી સ્વાગત

જી20 સમિટના પ્રતિનિધિઓએ કચ્છના સફેદ રણની મુલાકાત લીધી હતી.

G20 Summit in Gujarat: જી-૨૦ સમિટ અનુસંધાને વિવિધ દેશના ડેલિગેટસ કચ્છના મહેમાન બન્યા છે. ત્યારે ધોરડો સફેદ રણ ખાતે કેમલ સફારી અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ રજૂ કરીને તેમનું કચ્છી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભુજઃ જી-૨૦ સમિટ અનુસંધાને વિવિધ દેશના ડેલિગેટસ કચ્છના મહેમાન બન્યા છે. ત્યારે ધોરડો સફેદ રણ ખાતે કેમલ સફારી અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ રજૂ કરીને તેમનું કચ્છી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છની સંસ્કૃતિની ઝલક સાથે અધિકારીઓને શ્વેત રણમાં મીઠેરો આવકાર આપવામાં આવ્યો હતો.

G-20 Summit delegates welcome with camel safari in White Desert glimpse of Kutch culture
પ્રતિનિધિઓએ સફેદ રણમાં સફારીનો લુત્ફ ઉઠાવ્યો હતો.


ધોરડો ખાતે સફેદ રણ નિહાળવા નીકળેલા ડેલિગેટસના માનમાં વોચ ટાવરથી સનસેટ પોઇન્ટ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમની ઝલક રજૂ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ તથા સ્થાનિક કલાકારો પોતાની કળા રજૂ કરી હતી.

G-20 Summit delegates welcome with camel safari in White Desert glimpse of Kutch culture
ઊંટગાડીમાં સવારી પણ કરી હતી


રોડના શોના લોકસંગીતમાં જોડિયા પાવા, મોરચંગ, સુરંદો, ગડા-ગમેલા, કચ્છી કાફી તેમજ કચ્છની ગ્રામીણ વેશભૂષામાં સજ્જ થયેલા કલાકારોએ કચ્છી લોકનૃત્યો પેશ કર્યું હતું. કેમલ સફારી સાથે કચ્છની ગ્રામીણ સંસ્કૃતિને નિહાળીને ડેલિગેટસે આનંદ અનુભવ્યો હતો. સફેદ રણમાં આથમતા સૂરજની સોનેરી સંધ્યા વચ્ચે વિવિધ દેશના પ્રતિનિધિઓએ સેલ્ફી લઈને સફેદ રણની મજા માણી હતી.
First published:

Tags: Bhuj, G 20 summit, G20 Summit, Kutch news

विज्ञापन