Home /News /kutchh /Kutch: સતત ત્રીજા વર્ષે કચ્છના ચાર શિક્ષકોને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો તરીકે બિરદાવવામાં આવ્યા

Kutch: સતત ત્રીજા વર્ષે કચ્છના ચાર શિક્ષકોને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો તરીકે બિરદાવવામાં આવ્યા

કચ્છના ચાર શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત થશે

શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર જિલ્લાના ચાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા ત્રણ અલગ અલગ શ્રેણીમાં બિરદાવવામાં આવ્યા

Dhairya Gajara, Kutch: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જાહેર કરાતાં રાજ્યકક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક' (Gujarat Best Teacher Award) અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યના 44 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક (Best Teacher)તરીકે પસંદગી કરાઈ છે. જેમાં કચ્છના 4 શિક્ષકોની પસંદગી થઈ છે. સતત ત્રીજા વર્ષે કચ્છમાંથી ચાર શિક્ષકોની (Kutch Teacher Awards) પસંદગી થઈ છે. કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી કોઠાસૂઝથી નવા નવા ઢબે બાળકોને ભણાવતા શિક્ષકોને (Innovative Teachers) રાજ્ય સરકારે બિરદાવી તેમને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોમાં સ્થાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક' અંતર્ગત ચાર ઝોન સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી વિવિધ પાંચ કેટેગરીમાં શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. ઉત્તર ઝોન અંતર્ગત કચ્છના 4 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. તો વિવિધ કેટેગરી અંતર્ગત ખાસ શિક્ષક, આચાર્ય અને પ્રાથમિક શિક્ષણ કેટેગરીમાં કચ્છના શિક્ષકોની પસંદગી થઈ છે.

કચ્છના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદ થયેલાં લોકો પૈકી ‘પ્રાથમિક શિક્ષણ' કેટેગરીમાં નખત્રાણાની નેત્રા પ્રાથમિક ગૃપ શાળાના મદદનીશ શિક્ષક લહેરીકાન્ત શિવજીભાઈ ગરવા અને માંડવીના બાગ ગામના વાડી વિસ્તારમાં આવેલી હુંદરાઈબાગ પ્રાથમિક શાળાના શિક્ષક દીપક જેઠાલાલ મોતાની પસંદગી થઈ છે. ‘આચાર્ય'ની શ્રેણીમાં ભુજ તાલુકાના નારાણપર (રાવરી) ગામની સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યા વર્ષાબેન વસંતલાલ જોષીની તો વિશિષ્ટ શિક્ષકની કેટેગરીમાં માધાપરના નવચેતન અંધજન મંડળ સંચાલિત શાળાના શિક્ષક કિરીટસિંહ વાઘુભા ઝાલાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:  લમ્પીથી ગાયોને બચાવવા 25 હજાર ઔષધિયુક્ત લાડવા ખવડાવી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

સતત ત્રીજા વર્ષે કચ્છમાંથી ચાર શિક્ષકોની પસંદગી થતા કચ્છનું ગૌરવ વધ્યું હતું. સતત ત્રીજા વર્ષે કચ્છમાંથી ચાર શિક્ષકોની પારિતોષિક માટે પસંદગી કરવામાં આવતા શૈક્ષણિક જગતમાં આનંદની લાગણી પ્રસરી છે. તો સાથે સાથે કચ્છનું ગૌરવ વધારવા બદલ જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પણ પસંદગી પામેલા ચાર શિક્ષકો અને આચાર્યને અભિનંદન પાઠવ્યા હતા.
First published:

Tags: 75 years of independence, 75th Independence Day, Independence day, Kutch, Kutch Latest News, School teachers