Home /News /kutchh /

Rakshabandhan 2022: કચ્છી કોયલ ગીતાબેન રબારીએ BSF જવાનોને રાખડી બાંધી કરી ઉજવણી

Rakshabandhan 2022: કચ્છી કોયલ ગીતાબેન રબારીએ BSF જવાનોને રાખડી બાંધી કરી ઉજવણી

લોકગાયિકાએ 100 જેટલા જવાનોને રાખડી બાંધી

દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકગાયિકા ગીતાબેન રબારી દ્વારા ભુજ ખાતે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

    Dhairya Gajara, Kutch: રક્ષાબંધનન (Rakshabandhan 2022) એ ભાઈ બહેનના પ્રેમ અને પવિત્રતાનો એક અનોખો પર્વ છે. દેશની સુરક્ષા માટે દિવસ રાત ખડે પગે ફરજ બજાવતા જવાનો (BSF Soldiers) પણ એક ભાઈની જેમ આપણી રક્ષા કરતા હોય છે ત્યારે તેમની રક્ષા માટે અનેક મહિલાઓ ખાસ રાખડી મોકલી (Rakhi for BSF) તેમની સલામતી માટે પ્રાર્થના કરે છે. આ પ્રસંગે કચ્છી કોયલ ગીતા રબારીએ (Geeta Rabari) પણ ભુજ ખાતે સીમા સુરક્ષા બળના (Border Security Force) જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.



    પોતાની મધુર અવાજે દેશ વિદેશમાં કચ્છી કોયલના નામે પ્રખ્યાત થયેલા ગીતાબેન રબારી છેલ્લા અનેક વર્ષોથી બી.એસ. એફ. જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરે છે. ત્યારે આ વર્ષે પણ તેમણે ભુજ ખાતે આવેલા સીમા સુરક્ષા બળના સેક્ટર હેડક્વાટર ખાતે બીએસએફની વિવિધ બટાલિયનના અધિકારીઓ, ઇન્સ્પેકટર સહિત 100 જેટલા જવાનોને રાખડી બાંધી તેમની સલામતીની પ્રાર્થના કરી હતી.



    રક્ષાબંધનના આ પ્રસંગને જવાનો માટે વધુ યાદગાર બનાવી તેમના નામે પોતાના મધુર કંઠે 'યે દેશ હૈ વીર જવાનો કા' ગીત સંભળાવતા જવાનો પણ ઝૂમી ઉઠ્યા હતા. સામાન્યપણે જવાનો શિસ્તમાં રહેતા હેડક્વાટર ખાતે શાંતિનો માહોલ જોવા મળતો હોય છે પણ રક્ષાબંધન અને દેશભક્તિનો આ સુંદર સમન્વય થતાં બીએસએફ કેમ્પસ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.

    આ પણ વાંચો:  સ્વાતંત્ર્ય દિવસ પર કચ્છ પાસેની આંતરાષ્ટ્રીય સીમા પર લહેરાશે 7500 ત્રિરંગા

    જવાનોને રાખડી બાંધી લોકગાયિકા ગીતાબેન રબારીએ ગૌરવની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જેમ સગો ભાઈ બહેનની હર એક ફરજ બજાવે છે અને એની સુરક્ષા કરે છે તે જ રીતે બીએસએફના જવાનો પણ ભારતની બધી બહેનોની સુરક્ષા કરે છે. "આ પ્રસંગે જ્યારે તેઓ પોતાના પરિવારથી દૂર હોય અને તેમના ઘરેથી રાખડી ન પહોંચી શકી હોય, તો આપણે તેમની નજીક હોતાં આ પ્રસંગ તેમની સાથે માનવો ખુશીઓ વહેંચી શકીએ," તેવું ગીતાબેને કહ્યું હતું.



    વધુમાં જવાનો પ્રત્યેની લાગણીઓ જણાવતાં લોકગાયિકાએ ઉમેર્યું હતું કે આ લોકો દેશ માટે જે કરે છે, જે બલિદાન આપે છે તેના માટે દેશ હંમેશા તેમનો ઋણી રહેશે અને આપણે તેમનો ઋણ ચૂકવી નહીં શકીએ.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: BSF, Geeta Rabari, Gujarati Folk Singer, Kutch, Kutch news, Raksha Bandhan 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन