Home /News /kutchh /Kutch: ઘોરાડ બાદ સુરખાબ પર પણ વીજલાઇનનો ખતરો; ઈન્ડિયા બ્રિજ પાસે વીજલાઇન સુરખબના ટોળાને ભરખી ગઇ

Kutch: ઘોરાડ બાદ સુરખાબ પર પણ વીજલાઇનનો ખતરો; ઈન્ડિયા બ્રિજ પાસે વીજલાઇન સુરખબના ટોળાને ભરખી ગઇ

વીજલાઇન નીચે જ પક્ષીઓ મૃત પડ્યા હતા

કચ્છના મોટા રણમાં આવેલા ઈન્ડિયા બ્રિજ પાસે બે દિવસ પૂર્વે સૂરખાબનું એક ટોળું વીજલાઇનના કારણે મોતને ભેટ્યું હતું જે કારણે પક્ષી. પ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે

  Dhairya Gajara, Kutch: કચ્છ જિલ્લો અને તેમાં પણ ખાસ તો કચ્છનું મોટું રણ પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. અહીં દર વર્ષે લાખો યાયાવર પક્ષીઓ વિદેશથી આવી ચોમાસાથી શિયાળાના અંત સુધી રોકાય છે. પણ છેલ્લા થોડા સમયથી આ સ્વર્ગ તેમના માટે નર્ક સમાન બની ગયું હોય તેવું વર્તાઈ રહ્યું છે. ઘોરાડ બાદ હવે સુરખાબ પર પણ રણમાં ઉભી થયેલી વીજ લાઈનોથી ખતરો ઉભો થયો છે. કચ્છના ખાવડા વિસ્તાર પાસે આવેલા રણમાં સાતથી આઠ સુરખાબ મૃત હાલતમાં મળી આવ્યા હતા જેનું કારણ માથેથી પસાર થતી વીજલાઈન હોવાનો સ્થાનિકોનો અનુમાન છે.

  બે દિવસ પૂર્વે કચ્છના પચ્છમ વિસ્તારમાં આવેલા ખાવડા ગામથી અમુક કિલોમીટર દૂર ઈન્ડિયાબ્રિજ પાસે આઠ જેટલા ફ્લેમિંગો પક્ષી મૃત હાલતમાં જોવા મળ્યા હતા. વિશાળ રણમાં ભારત-પાકિસ્તાન સરહદ તરફ જતા માર્ગ પર ખાસ અનુમતિ વગર જઈ શકાય તેવા આ છેલ્લા સ્થળ ઈન્ડિયાબ્રીજના દક્ષિણી ખૂણે આ પક્ષીઓ થોડા થોડા અંતરે મૃત હાલતમાં જોવા મળ્યા હતા.

  સ્થાનિકોનું કહેવું છે કે અહીં અવાર-નવાર આવી ઘટના બનતી હોય છે. આ ઘટનાને પોતાની નજરે નિહાળેલ સુમરાપોર ગામના મુસા સુમરાએ News18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે જે જગ્યાએ આ સુરખાબ મૃત પડયા હતા તેની બરોબર ઉપરથી જ વીજલાઇન પસાર થાય છે. \"અગાઉ એક-બે વખત બાજુમાં આવેલી એક કંપનીએ કેમિકલ વેસ્ટ ખુલ્લામાં છોડતા પક્ષીઓના મોત થયા હતા તે કારણે આ ઘટના ફરી બની હોય તેવું પ્રાથમિક તારણ કાઢી શકાય. પરંતુ આ સ્થળ એકદમ સૂકું પડ્યું હતું અને માથેથી વીજલાઇનો પણ પસાર થતી હતી. આસપાસના લોકોનું કહેવું છે કે શોર્ટ સર્કિટના કારણે આ બનાવ બન્યો છે,' તેવું કહી ઉમેર્યું હતું કે, શક્ય છે અલગ અલગ વાયર પર બેઠેલું ટોળું એકબીજાના સંપર્કમાં આવતા તેમને વીજ શોક લાગ્યો હોય.

  પૂર્વ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક ગોવિંદસિંહ સરવૈયાનું સંપર્ક કરતા તેમણે ઘટના સાચી હોવાનું કહી જણાવ્યું હતું કે ચાર સુરખાબના મોત થયા હતા. અને આ વીજ તાર સાથે ભટકાતા કરંટ લાગ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે.

  આ પણ વાંચો:  કચ્છી કુંભારોના હાથમાં છે કારીગરી અને કોમી એકતાનો જાદુ;દરવાજા વાળા ગરબા આ વર્ષે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

  ઉલ્લેખનીય છે કચ્છના અબડાસા તાલુકામાં આવેલા ઘોરાડ અભ્યારણમાં પણ છેલ્લા એક દાયકામાં ઊભી થયેલી વીજલાઇનોના કારણે કચ્છમાં ઘોરાડ વિશેષ સંરક્ષિત અભ્યારણ્ય હોવા છતાંય લુપ્તાતાના આરે આવી ગયા છે. ત્યારે હવે બીજી તરફ હર શિયાળામાં કચ્છની શાં વધારતા ગુલાબી ફ્લેમિંગો પક્ષી પણ આ વીજલાઈનોનું શિકાર થઈ રહ્યા છે.

  નોંધનીય છે કે, શિયાળો શરૂ થવાનો હોય એટલે રશિયા સાઇબિરીયા જેવા ઉત્તરના ઠંડા પ્રદેશથી ગુલાબી સુરખાબ ઉડીને દક્ષિણ તરફ આવે છે. અને મહિનાઓ સુધી કચ્છના રણમાં રોકાય છે. અહીંનો વાતાવરણ તેમના માટે અનુકૂળ બને છે. વિશાળ રણમાં નાના જીવાત ખોરાક તરીકે ઉપલબ્ધ હોય છે અને સરહદીય વિસ્તાર હોતાં મનુષ્યોની ગતવિધિથી દૂર આ પ્રદેશમાં તેઓ બેફિકર થઈને રહે છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Kutch, Kutch news, કચ્છ, કચ્છ સમાચાર

  विज्ञापन
  विज्ञापन