Home /News /kutchh /

Kutch: 300 મીટર લાંબા ત્રિરંગા સાથે જિલ્લાના પાંચ હજાર વિદ્યાર્થીઓ ત્રિરંગા યાત્રામાં જોડાયા

Kutch: 300 મીટર લાંબા ત્રિરંગા સાથે જિલ્લાના પાંચ હજાર વિદ્યાર્થીઓ ત્રિરંગા યાત્રામાં જોડાયા

વિદ્યાર્થીઓ 300 મીટર લાંબો રાષ્ટ્રઘ્વજ લઈ રસ્તા પર ઉતર્યા

સ્વતંત્રતાને 75 વર્ષ પૂરા થવાની ઉજવણી અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગામડે ગામડે નીકળેલી રેલી વચ્ચે જિલ્લામથક ભુજ ખાતે પાંચ હાજર વિદ્યાર્થીઓ ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા

    Dhairya Gajara, Kutch: ''હર ઘર તિરંગા'' અભિયાન (Har Ghar Tiranga) અંતર્ગત ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો (Tiranga Rally) પ્રારંભ થયો હતો. દરેક તાલુકામાં ગામડે ગામડે યોજાયેલી રેલીઓ વચ્ચે જિલ્લાકક્ષાની આ યાત્રામાં બીએસએફના જવાનો, એનડીઆરએફની ટુકડી, એનસીસી કેડેટસ, એનએસએસના છાત્રો ઉપરાંત શાળા અને કોલેજના પાંચ હાજર વિદ્યાર્થીઓ જોડાયા હતા.

    આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ તા.13 થી 15 ઓગષ્ટથી સુધી ઘર ઘર તિરંગો લહેરાવવાના કેન્દ્ર સરકારના દેશવ્યાપી અભિયાન અંતર્ગત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ભુજ ખાતે તિરંગા રેલી યોજાઇ હતી. લોકોમાં જાગૃતિ અને રાષ્ટ્રભાવના જાગૃત થાય તે હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જે હેઠળ બીએસએફના જવાનો, એનડીઆરએફની ટીમ, એનસીસી, એનએસએસના છાત્રો અને શાળા - કોલેજના વિદ્યાર્થીઓએ 300 મીટર તિરંગા સાથેની રેલીમાં ભાગ લઇને શહેરના લોકોને હર ઘર તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો હતો.

    રેલીને પ્રસ્થાન કરાવતા વિધાનસભા અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, તિરંગો આપણી શાન છે, આપણું અભિમાન છે. ત્યારે ''હર ઘર તિરંગા'' અભિયાનમાં દરેક નાગરિકો ઉત્સાહથી જોડાઇને તિરંગાને પુરા માન સાથે પોતાના ઘર, દુકાન, વાણિજ્ય સંકુલો, સામાજિક સંસ્થાઓ વગેરે પર તિરંગાને સ્થાન આપીને દેશભાવના પ્રગટ કરે.

    જયુબિલી ગ્રાઉન્ડથી પ્રસ્થાન થયેલી રેલી વંદે માતરમના જયધોષ સાથે શહેરના મુખ્યમાર્ગ પરથી પસાર થઇને હમીરસર કાંઠે ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઇ હતી. શહેરના મુખ્યમાર્ગો પર હજારો તિરંગા સાથે નીકળેલા છાત્રો અને જવાનોના દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા. આ સાથે જ તમામ તાલુકા મથકે અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી શાળાઓ દ્વારા પણ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો:  સંસ્કૃત ભાષાનો વ્યાપ વધારવા કચ્છમાં એક હજાર બાળકો આગળ આવ્યા

    આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહિર, માંડવી-મુંદરા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કર, ઉપપ્રુમખ રેશ્માબેન ઝવેરી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલ, બી.એસ.એેફના ડીઆઇજીશ્રી સંજય શ્રીવાસ્તવ, જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે., આર્મી કર્નલ, કચ્છ યુનિવર્સીટીના કુલપતિ પ્રો. જયરાજસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી. એન. પ્રજાપતિ, પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી.પ્રજાપતિ, કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ઘનશ્યામ બુટાણી તથા શિક્ષણ વિભાગના કર્મયોગી, શિક્ષકો તથા સર્વશ્રી પદાધિકારીઓ, આગેવાનો અને દેશપ્રેમીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Aazadi ka amrut mahotsav, Kutch, Kutch City, Kutch Samachar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन