Kutch News: ગાયોના વિધિવત અંતિમસંસ્કાર માટે બન્યું વિશ્વનું સંભવિત પ્રથમ એવું ગૌ મુક્તિધામ
Kutch News: ગાયોના વિધિવત અંતિમસંસ્કાર માટે બન્યું વિશ્વનું સંભવિત પ્રથમ એવું ગૌ મુક્તિધામ
10 એકર જમીનમાં વિશ્વમાં ક્યાંય ન હોય એવું મુક્તિધામ બનાવવામાં આવ્યું
કચ્છમાં ગાયો મોટી સંખ્યામાં આવેલી છે ત્યારે દેવલોક ગમન પામતી ગાયોના વિધિવત અંતિમસંસ્કાર માટે સરહદી લખપત તાલુકામાં બનેલા ગૌ મુક્તિધામમાં ગાયોને એમ્બ્યુલન્સ મારફતે લાવી તેમને સ્નાન કરાવી સમાધિ આપવામાં આવશે.
Dhairya Gajara, Kutch: હિન્દુ ધર્મમાં (Hindu Religion) ગાય (Cow) ને દેવતા સમાન સ્થાન આપવામાં આવ્યું છે. અને તેમાં 33 કરોડ દેવતાનો વસવાટ હોવાની માન્યતા છે. કચ્છ જિલ્લામાં માનવ વસતી કરતા પશુધનની વસતી (Kutch Animals) ચડિયાતી છે અને તે રીતે જ અહીંના માલધારી (cattle breeder) ઓ મોટી માત્રામાં ગાયો વસાવી પોતાનો ગુજરાન ચલાવે છે. ગાયોની આટલી મોટી માત્રા ધરાવતા આ જિલ્લામાં ગાયોના મરણ બાદ તેમના અંતિમ સંસ્કાર માટે વિશ્વના સંભવિત પ્રથમ એવું ગૌ મુક્તિધામ (Cow Cemetry) બનાવવામાં આવ્યું છે.
કચ્છમાં રહેતી લાખો ગાયોનું ભારણ પોષણ માલધારીઓ કરતા હોય છે. અને વયમર્યાદા તેમજ બીમારીથી રોજ અનેક ગાયોના મોત પણ નિપજતા હોય છે. તેવામાં કચ્છમાં પ્રથમ વખત ગાયોની મૃત્યુ બાદ તેમના વિધિવત અંતિમ સંસ્કાર કરવા કચ્છના સરહદીય લખપત તાલુકામાં ગૌ મુક્તિધામ બનાવવામાં આવ્યું છે. આ પ્રકારનું મુક્તિધામ સમગ્ર વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળે તેવું નથી.
લખપત તાલુકાના નરા ગામ ખાતે મા ગ્રુપ નામની સામાજિક સંસ્થા દ્વારા 10 એકર જમીનમાં આ ગૌ મુક્તિધામ બનાવવામાં આવ્યું છે. નરા આસપાસના વિસ્તારમાં ક્યાંય પણ કોઈ ગાયનું દેવલોક ગમન થશે તો સંસ્થાની હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ દ્વારા તે ગાયને લઇ આવી વિધિવત રીતે સ્નાન કરાવી સંસ્થાની માલિકીની જમીનમાં સમાધિ આપવામાં આવશે.
મા ગ્રુપ દ્વારા 2014થી આ સ્થળ પર ગૌશાળા ચલાવવામાં આવે છે અને છ મહિના પહેલા એક ટ્રસ્ટીને રાત્રે 2.30 વાગ્યે અચાનક વિચાર આવ્યું કે મનુષ્યોના અનુત્મ સંસ્કાર માટે એક નિશ્ચિત સ્થળ હોય તો ગાયો માટે શુકામ નહીં અને તે વિચાર પર અમલ કરી આ ગૌ મુક્તિધામ નિર્માણ પામ્યું. છ માસથી આ ગૌ મુક્તિધામનું કામ ચાલુ હતું જે પૂરું થતા ગત રવિવારે 22 મેના સંતો, મહંતો, દાતાઓ, અને સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર