Home /News /kutchh /

પ્રભુ વિનાના મંદિર: એક શિક્ષક વાળી 700 શાળાઓ તો ઘણી સારી, કચ્છની આ 15 શાળાઓમાં તો એક પણ શિક્ષક નથી

પ્રભુ વિનાના મંદિર: એક શિક્ષક વાળી 700 શાળાઓ તો ઘણી સારી, કચ્છની આ 15 શાળાઓમાં તો એક પણ શિક્ષક નથી

શાળામાં

શાળામાં વિદ્યાર્થીઓ હોવા છતાં શિક્ષક ન ફાળવતા બાળકો બન્યા નિરાધાર

ગત મહિને ગુજરાત વિધાનસભામાં એક ઉત્તરમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યની 700 શાળાઓ માત્ર એક શિક્ષક પર ચાલે છે જેમાંથી 100 શાળાઓ કચ્છની છે તો બીજી તરફ કચ્છની 15 શાળાઓમાં તો એક પણ શિક્ષક નથી

    Kutch: ગત મહિને વિધાનસભા (Gujarat Legislative Assembly) માં એક પ્રશ્નનો ઉત્તર દેતા સમયે સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં એવી 700 શાળાઓ છે, કેજ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. તો આ 700માંથી 100 શાળાઓ માત્ર કચ્છમાં (School in Kutch) છે. જ્યાં શાળાના બધા વર્ગોને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષક હાજર છે. પણ જે સવાલ કોઈએ પૂછ્યું નહીં તે એ છે કે એવી કેટલી શાળાઓ છે જ્યાં એક પણ શિક્ષક નથી?આ સાંભળી તમારા મગજમાં પણ એક પ્રશ્ન થયો હશે કે શિક્ષક વગર થોડી શાળા હોતી હશે.પણ ન માની શકાય એવી આ વાત વાસ્તવિકતા છે. કચ્છમાં આજના સમયે એવા 15 ગામો છે કેજ્યાં શાળા છે, શાળામાં ઓરડા છે, ભણવા માટે વિદ્યાર્થીઓ છે પરંતુ ભણાવવા શિક્ષકો નથી (Kutch Education).

    કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી મળતી માહિતી મુજબ કચ્છમાં કુલ 1682 જેટલી શાળાઓ છે, જેમાં 9532 શિક્ષકોનું મહેકમ છે. તો હાલની પરિસ્થિતિ મુજબ જિલ્લાની શાળામાં 8096 શિક્ષકો જ ફરજ બજાવે છે,

    જે મુજબ જિલ્લામાં 1436 શિક્ષકોની ઘટ છે. કચ્છની કુલ 1682 શાળાઓમાંથી હાલ 102 શાળાઓ એવી છે, જ્યાં 1 થી 5 ધોરણનેભણાવવા માત્ર એક જ શિક્ષક છે. તો સાથે જ 15 અંતરિયાળ ગામોમાં એવી શાળાઓ પણ છે જ્યાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે એક પણ શિક્ષક હાજર નથી.

    સરકારી માહિતી મુજબ સરહદીય લખપત તાલુકા (Lakhpat Taluka) ના માતાના મઢ ક્લસ્ટરની કલરાવાંઢ પ્રાથમિક શાળા અને રામાણીયા પ્રાથમિક શાળા તો પીપર ક્લસ્ટરની મોરી અને તહેરા પ્રાથમિક શાળામાં હાલ કોઈ શિક્ષક ફરજ પર મુકાયેલ નથી.

    તો ભચાઉ તાલુકાના ગઢડા ક્લસ્ટરની લાલાહીરાનીવાંઢ અને સાંગવરી નગર પ્રાથમિક શાળામાં શિક્ષકો નથી. ભુજ તાલુકાના ભિરંડિયારા ક્લસ્ટરની હમધાણીવાંઢ, જુણાની કકરવાંઢ, ખારીની દેઢિયા નાના, અને મોટા દિનારા ક્લસ્ટરની મોવર વાંઢ પ્રાથમિક શાળા શિક્ષકો વગરની છે.

    અબડાસા તાલુકાના બુટા ક્લસ્ટરની સધીરાવાંઢ અને વાંકુ ક્લસ્ટરની નાનીભેદી પ્રાથમિક શાળા, મુન્દ્રા તાલુકાની નાના કપાયા ખાતેની તાલુકા શાળા તો ગાંધીધામના સર્વોદય ક્લસ્ટરની રોટરી નગર અને સર્વોદય અંગ્રેજી પ્રાથમિક શાળા પણ એકેય શિક્ષક વગર ચાલી રહી છે.

    તો ઉપરોક્ત 15 શાળાઓમાંથી ભિરંડિયારા અને વાંકુ ક્લસ્ટરની શાળાઓમાં બાળકો પણ સરકારી નિયમ કરતા ઓછા હોય સરકારે શાળા બંધ કરી છે, જેને વિધિવત રીતે આવતા ઓગસ્ટ મહિનામાં યાદીમાંથી પણ કાઢી મૂકવામાં આવશે.

    આ પણ વાંચો: અનેક લોકો બોગસ ડીગ્રી સાથે નોકરી કરતા હોવાનો ઘટસ્ફોટ

    આવી પરિસ્થિતિમાં બાળકોનું અભ્યાસ કઈ રીતે ચાલે છે તે જાણવા News18 ગુજરાતીની ટીમ ભુજ તાલુકાના છેવાડાના બન્ની વિસ્તારના ગામોમાં પહોંચી હતી. અહીંના જુણા ક્લસ્ટરમાં કુલ આઠ શાળાઓ આવેલી છે, જેમાંથી 6 થી 8 ધોરણની પાંચ શાળાઓ તો 1 થી 5 ધોરણની ત્રણ શાળાઓ આવેલી છે, જેમાંથી એક શાળા માટે કોઈ શિક્ષક ફાળવેલા નથી.

    આ ક્લસ્ટરના રિસોર્સ કોર્ડીનેટર મયુરસિંહ જાડેજાએ News18ને જણાવ્યું હતું કે જે પ્રાથમિક શાળા માટે શિક્ષક ફાળવેલ નથી તે માટે ધોરણ 6 થી 8ની જે શાળાઓમાં ત્રણ જેટલા શિક્ષકો હાજર છે તેવી હરેક શાળાઓમાંથી દર મહિને એક શિક્ષક પ્રાથમિક શાળામાં ભણાવવા જાય છે.

    આ પણ વાંચો: પુત્રએ પિતાને કહ્યું- હું કૂવામાં પડવા જાઉં છું !

    ઉલ્લેખનીય છે કે આવી શાળાઓમાં ભણતા બાળકોનું ભણતર ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ગમે તે રીતે શિક્ષક ઉપલબ્ધ કરાવવામાં આવેછે. પણ આવી સુવિધાઓમાં મહેકમ વગરની જે તે શાળાના બાળકોનું તો શિક્ષણ બગડે જ છે, સાથે જે શાળામાંથી શિક્ષક અન્ય શાળામાં ભણાવવા જાય છે ત્યાંના વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ જોખમાય છે. અંતરિયાળ ગામડાઓમાં લોકોને શિક્ષણ માટે પૂરતી જાગૃતતાના અભાવે વાલીઓ પણ આ મુદ્દે યોગ્ય રજૂઆત કરતા નથી.

    કચ્છ તેમજ ગુજરાતના શિક્ષણ માળખાની આ પરિસ્થતિ અન્ય રાજ્યોમાં મજાકનો વિષય બની છે. ત્યારે માત્ર શિક્ષકોની ભરતી આ સમસ્યાનું સમાધાનલાવી શકે તેમ નથી, આ માટે કચ્છમાંથી જ વધુ ને વધુ સ્થાનિક શિક્ષકો બહાર આવે તે જરૂરી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन