Dhairya Gajara, Kutch: ખેતર વાડીઓમાં વીજ મીટર (Electricity Meter) પ્રથા મરજિયાત કરવાની માંગ સાથે કચ્છના ખેડૂતો (Kutch Farmers) ફરી એક વખત રસ્તા પર ઉતર્યા હતા. મીટર મારફતે મળતી વીજળીના કારણે ખેડૂતોને અનેક ગણા નુકસાન વેઠવા પડતા હોવાની રાવ સાથે ભારતીય કિસાન સંઘ (Bharatiya Kisan Sangh) દ્વારા રાજ્યભરમાં ધરણાં પ્રદર્શન યોજી તાલુકા મથકો ઉપર મામલતદારોને આવેદન પત્ર પાઠવી આ મુદ્દે રજૂઆત કરી હતી. તો ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) પર પ્રહાર કરતા કિસાન સંઘ દ્વારા તેમને ઘરભેગી કરવાની ચેતવણી આપવામાં આવી હતી.
કચ્છમાં દાયકાઓથી ખેતરોમાં વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 80ના દાયકામાં પણ આ મામલે જ ચાલતા વિરોધમાં કચ્છના ખેડૂતોનામોતથયાહતી જે બાદ મીટર પ્રથા બંધ કરાઈ હતી. પણ સમય સાથે મીટર પ્રથા ફરી શરૂ થતાં ખેડૂતોએ ફરી વિરોધ શરૂ કર્યો હતો. છેલ્લા થોડા સમયથી ભારતીય કિસાન સંઘ દ્વારા નર્મદાના પાણી સહિત મીટર પ્રથા નાબૂદ કરવા મુદ્દે પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.
બુધવારે ભારતીય કિસાન સંઘના આહવાનથી રાજ્યભરમાં ખેડૂતો તાલુકા મથકો પર ધરણાં યોજી વિરોધ દર્શાવ્યો હતો. કચ્છના દસ તાલુકાઓમાં ખેડૂતોએ મળી ધરણાં પ્રદર્શનમાં ભાગ લીધો હતો તો સાથે જ તાલુકા મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવી મીટર પ્રથા મરજિયાત કરવાની માંગ કરી હતી.
વારંવાર લેખિત રજૂઆતો કર્યા છતાં પણ કોઈ પગલાં ન લેવાતાં કિસાન સંઘમાં પણ હવે ભારે રોષ ભરાયો છે. ત્યારે બુધવારના વિરોધ પ્રદર્શનમાં ભારતીય કિસાન સંઘના કચ્છ જિલ્લા પ્રમુખે સરકાર પર વિરોધ કરતા તેમને કોંગ્રેસની જેમ ઘરભેગા કરવાની ચેતવણી પણ આપી હતી.