Home /News /kutchh /Farmer Success: એ ભાઇ,...આ ટામેટા છે કે ખારેક! કચ્છના ખેડૂતની કમાલ, ઉગાડ્યા ચેરી ટમેટા!

Farmer Success: એ ભાઇ,...આ ટામેટા છે કે ખારેક! કચ્છના ખેડૂતની કમાલ, ઉગાડ્યા ચેરી ટમેટા!

X
કચ્છના

કચ્છના ખેડૂતો ચેરી ટમેટાની ખેતી કરી

બાગાયત ક્ષેત્રે અવનવા પ્રયોગ કરતા ખેડૂતે ચેરી ટોમેટોની એક એવી પ્રજાતિની ખેતી કરી છે જે દેખાવે એકદમ ખારેક જેવી લાગે છે અને બજારમાં કિલોના ભાવે નહીં પરંતુ ગ્રામમાં વેંચાય છે

    Dhairya Gajara, Kutch: કચ્છના પ્રગતિશીલ ખેડૂતોએ વખતે ને વખતે બાગાયત ખેતી ક્ષેત્રે અવનવા વિક્રમ સર્જ્યા છે. લોકોએ સપનામાં પણ વિચાર્યું ન હોય તેવા ફળ આજે ખેડૂતો અહીં ઉગાડી ખાસી એવી આવક ઊભી કરી રહ્યા છે. ત્યારે હાલમાં કચ્છના એક ખેડૂતે એવા ટામેટા ઉગાડયા છે કે પહેલી નજરે જોનારા લોકો અસમંજસમાં પડી જાય કે આ ટામેટા છે કે ખારેક. અસલમાં આ ચેરી ટામેટાની એવી પ્રજાતિ છે જે દેખાવે ખારેક જેવી લાગે છે.

    આ માત્ર દેખાવે જ નહીં પરંતુ આવકમાં પણ ખૂબ સારી છે. જ્યાં અન્ય ટામેટા કિલોના ભાવે વેંચાય છે ત્યારે આ ચેરી ટામેટા ગ્રામમાં વેંચાઈ રહ્યા છે અને ખેડૂતોને પોતાની મરજી મુજબ ભાવ મળી રહ્યા છે.



    કચ્છના રેલડી ગામ મધ્યે આશાપુરા એગ્રો ફાર્મ ચલાવતા હરેશ ઠક્કર છેલ્લા થોડા વર્ષોથી બાગાયત ક્ષેત્રે અનેક નવીન પ્રયોગ કરી રહ્યા છે. અનેક બાગાયત ફળો સાથે તેઓ ચેરી ટોમેટોની ખેતી પણ કરી રહ્યા છે. સામાન્ય ટામેટા જેવા જ લાલ રંગના આ ચેરી ટામેટા કદમાં ખુબ નાના હોય છે અને દેશી ટામેટાથી વધારે મીઠા હોય છે. મોટેભાગે સેલેડમાં વપરાતા આ ચેરી ટોમેટો ફાઈવ સ્ટાર અને સેવન સ્ટાર હોટેલમાં જોવા મળતા હોય છે.



    આ વર્ષે તેમણે ચેરી ટોમેટોની એક નવી પ્રજાતિની ખેતી શરૂ કરી છે. આ ટામેટા અન્ય ચેરી ટામેટાની જેમ કદમાં નાના તો છે જ પરંતુ સાથે રંગમાં પીળા અને લંબગોળ આકારના છે. એક નજરે આ ટામેટા જોઈ કોઈ પણ વ્યક્તિ તેને ખારેક સમજવાની ભૂલ કરી બેસે. તો આ ટામેટાનો સ્વાદ પણ અન્ય ચેરી ટોમેટોથી એકદમ અલગ મીઠાશભર્યો હોતાં બજારમાં ખૂબ ધૂમ મચાવશે તેવી તેમને આશા છે.



    ટામેટાની અન્ય પ્રજાતિઓના ભાવ બજારમાં ઉપર નીચે થતાં રહે છે ત્યારે ચેરી ટામેટાની આ પ્રજાતિ ખેડૂતોને ફાયદાકારક સાબિત થશે તેવું તેમનું માનવું છે. અન્ય ટામેટા જ્યારે કેરેટ ભરીને કિલોના ભાવે વેંચાય છે ત્યારે આ ચેરી ટામેટા માત્ર 200 ગ્રામની બોક્સ પેકિંગમાં વેંચાય છે અને ખેડૂતને પોતાની મરજી મુજબના ભાવ મળી રહે છે.
    First published:

    Tags: Kutch, Local 18, Tomato, ખેડૂત