Home /News /kutchh /Kutch: આ ખેડૂતે થાઇલેન્ડના લાલ જામફળ કચ્છમાં ઉગાડ્યા, નામ રાખ્યું 'આશાપુરા રેડ'!

Kutch: આ ખેડૂતે થાઇલેન્ડના લાલ જામફળ કચ્છમાં ઉગાડ્યા, નામ રાખ્યું 'આશાપુરા રેડ'!

X
કચ્છમાં

કચ્છમાં જામફળની વધુ એક પ્રજાતિની ખેતી શરૂ થઈ

થાઇલેન્ડથી લાવેલા લાલ જામફળને કચ્છમાં ઉગાડી ખેડૂતે તેને આશાપુરા રેડ નામ આપ્યું છે અને અન્ય જામફળની પ્રજાતિ કરતા બેથી ત્રણ ગણા ભાવ મેળવી રહ્યા છે

    Dhairya Gajara, Kutch: કચ્છના ખેડૂતો બાગાયત પાકોમાં સતત અવનવા પ્રયોગ કરી નવા નવા ફળો આ રણપ્રદેશમાં ઉગાડી રહ્યા છે. બાગાયત થકી જામફળની ખેતી કચ્છમાં ખૂબ સારી થયા બાદ હવે ખેડૂતો ગુલાબી રંગના તાઇવાન પિંક જામફળની ખેતી કરતા થયા છે. તો બીજી તરફ કચ્છના એક ખેડૂતે મૂળ થાઇલેન્ડની પ્રજાતિ એવા લાલ જામફળની ખેતી શરૂ કરી છે. જામફળની દરેક પ્રજાતિઓમાંથી સૌથી વધારે મીઠાશ ધરાવતી આ લાલ જામફળની પ્રજાતિને હવે આ ખેડૂતે જ આશાપુરા રેડ નામ આપ્યું છે અને અન્ય જામફળ કરતા બે થી ત્રણ ગણા ભાવ મેળવી રહ્યા છે.

    જામફળની ખેતીને કચ્છનું વાતાવરણ અનુકુળ આવતા ખેડૂતોએ વિશ્વના ખૂણે ખૂણેથી જામફળની વિવિધ પ્રજાતિઓ લાવી અહીં ખેતી શરૂ કરી છે. હવે કચ્છમાં સાદા દેશી જામફળ ઉપરાંત તાઇવાનના ગુલાબી જામફળ, થાઇલેન્ડના સફેદ જામફળ અને વીએના જામફળની ખેતી પણ થઈ રહી છે. કચ્છના એક પ્રગતિશીલ ખેડૂત જ્યારે થાઇલેન્ડ ગયા હતા ત્યારે ત્યાં લાલ જામફળની ખેતી જોઈ હતી.



    સ્વાદમાં બધે જામફળથી વિશિષ્ટ મીઠાશ ધરાવતા આ લાલ જામફળને કચ્છના રેલડી ગામે આશાપુરા એગ્રો ફાર્મ ચલાવતા હરેશ ઠક્કર પોતાની સાથે લઈ આવ્યા અને પોતાની વાળી ખાતે જ તેનો ઉછેર કરી હવે તેં પાંચ હાજર રોપા વાવ્યા છે. આ પાંચ હાજર રોપામાં પહેલા રાઉન્ડમાં જ 72 હજાર જેટલા ફળ ફૂટી આવતા તેના પર બેગિંગ કરવામાં આવી હતી તો બીજા રાઉન્ડમાં 80 હજારથી વધારે ફળ ફૂટવાના શરૂ થઈ ગયા છે.



    ખેડૂતે જણાવ્યું હતું કે અન્ય જામફળ બજારમાં રૂ. 15 થી 50 પ્રતિ કિલોના ભાવે વેચાતા હોય છે જ્યારે કે આ જામફળની આ નવી લાલ પ્રજાતિનો સ્વાદ બધેથી વિશેષ હોતાં ખેડૂતોને તેના પ્રતિ કિલો રૂ. 60 થી 100 સુધી મળી રહ્યા છે. કચ્છમાં ક્યારેય ન થઈ હોય તેવી ખેતી આ જામફળની થતાં હવે હરેશભાઇએ આ જામફળને કચ્છ ધણીયાણી માં આશાપુરાના નામ પરથી આશાપુરા રેડ નામ આપ્યું છે અને સમગ્ર કચ્છમાં હવે આ પ્રજાતિ આશાપુરા રેડના નામથી પ્રચલિત થઈ રહી છે.

    First published:

    Tags: Kutch, Local 18, ખેડૂત

    विज्ञापन