Home /News /kutchh /Kutch News: આલે...લે...રંગબેરંગી સાકરટેટી ખાવા માટે તૈયાર થઇ જાવ, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ખેડૂતોએ કરી કમાલ!

Kutch News: આલે...લે...રંગબેરંગી સાકરટેટી ખાવા માટે તૈયાર થઇ જાવ, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ખેડૂતોએ કરી કમાલ!

X
દેશી

દેશી શકરટેટી કરતા ખૂબ અલગ છે આ બન્ને પ્રજાતિ

કચ્છમાં સ્ટ્રોબેરીની સફળ ખેતી બાદ ખેડૂતે કચ્છમાં આફ્રિકન અને અમેરિકન સાકરટેટીની પ્રાયોગિક ખેતીમાં સફળતા મેળવી

    Dhairya Gajara, Kutch: કચ્છના પ્રગતિશીલ ખેડૂતો સૂકા રણપ્રદેશમાં સતત અવનવા પ્રયોગો થકી કૃષિ ક્ષેત્રે અવનવી સિધ્ધિઓ હાંસલ કરતા હોય છે. આવી જ વધુ એક સિદ્ધિમાં કચ્છના એક ખેડૂતે અમેરિકા અને આફ્રિકામાં ઉગતી સાકરટેટીની કચ્છમાં ખેતી કરી કચ્છના ભાગે વધુ એક સિદ્ધિ ઉમેરી છે. સૂકા રણપ્રદેશમાં પણ અમેરિકા અને આફ્રિકા જેવા દેશોમાં ઉગતી સાકરટેટીની વિવિધ બે પ્રજાતિઓની પ્રાયોગિક ધોરણે કરેલી ખેતી સફળ થઈ છે.

    બાગાયત ખેતી ક્ષેત્રે કચ્છના ખેડૂતો હર વર્ષે કંઇક નવું કરી ખેતીને એક નવી ઊંચાઈએ લઈ જાય છે. ભુજ તાલુકાના રેલડી ગામે આશાપુરા એગ્રો ફાર્મ ચલાવતા હરેશ ઠક્કર પણ હર વર્ષે ખેતીમાં નવીનતા લાવવા નવા નવા ફળ શાકભાજીઓનું વાવેતર કરતા હોય છે. કચ્છની સ્ટ્રોબેરીની સૌપ્રથમ ખેતી કર્યા બાદ ડ્રેગન ફ્રૂટ, ખારેક અને એક્ઝોટિક વેજીટેબલ્સની ખેતીમાં સફળતા મેળવ્યા બાદ હરેશભાઈ હવે સાકરટેટીમાં પણ નવીનતા લાવ્યા છે.


    હરેશભાઈએ છ એકરમાં સાકરટેટીની ખેતી કરી છે જેમાંથી અમુક ભાગમાં તેમણે અમેરિકાની પ્રસિદ્ધ પીળી સાકરટેટી અને આફ્રિકાની લીલી સાકરટેટી પણ વાવી હતી. આસાકરટેટીને કચ્છનું વાતાવરણ માફક આવે છે કે નહીં તે જાણવા ખૂબ નાના વિસ્તારમાં કરેલી આ ખેતીમાં ફળ આવ્યા છે અને તેમનો વધુ એક પ્રયોગ સફળ થયો છે.



    આ સાકરટેટી ભારતની દેશી સાકરટેટી કરતા રૂપ અને સ્વાદમાં ઘણી અલગ છે. દેશીસાકરટેટીના ગોળાકાર સામે આ અમેરિકન અને આફ્રિકન સાકરટેટી લંબગોળ હોય છે અનેસાકરટેટીનું કદ પણ ખૂબ મોટું હોય છે. અમેરિકન સાકરટેટી અડધા કિલોથી અઢી કિલો સુધીની થાય છે તો આફ્રિકન સાકરટેટી એક કિલોથી ત્રણ કિલો સુધીની થાય છે. હરેશભાઈએ જણાવ્યું હતું કે આ બંને સાકરટેટીની મીઠાશ પણ આપણી દેશી સાકરટેટીથી સારી હોય છે.



    સાકરટેટીની આ નવી પ્રજાતિની ખેતી કચ્છમાં સફળ થતાં હવે આવતા વર્ષે તેનું વાવેતર પણ મોટી માત્રામાં થાય તેવું લાગે છે. નવા રંગ અને આકારની આ સાકરટેટી બજારમાં ખૂબ ચાલશે અને ખેડૂતોની આવકમાં વધારો કરશે તેવી આશા ખેડૂતે વ્યક્ત કરી હતી.

    First published:

    Tags: Kutch, Local 18, ખેડૂત

    विज्ञापन