Home /News /kutchh /International Mother Language Day: હર હીકડો કચ્છી માડુ માનતા મને ત જ કચ્છી ભાષા કે બંધારણીય માન્યતા મલે
International Mother Language Day: હર હીકડો કચ્છી માડુ માનતા મને ત જ કચ્છી ભાષા કે બંધારણીય માન્યતા મલે
ફાઇલ તસવીર
કચ્છના લોકોની માતૃભાષા એવી મીઠી બોલી કચ્છીને ભાષા તરીકેની બંધારણીય માન્યતા મળે તેના માટે વર્ષોથી પ્રયાસો થઈ રહ્યા છે પણ બંધારણીય માન્યતા મળે તે પહેલાં જનમાનસમાં માન્યતા મળવી વધારે જરૂરી છે
Dhairya Gajara, Kutch: ''કચ્છ મિઠ્ઠો કચ્છી મિઠ્ઠો, મિઠ્ઠો કચ્છજો નાં, પિંઢ વડો ને નાં નિંઢો, અઢઈ અખર જો નાં'' કચ્છ જા માડુ મીઠા બોલા ચોવાજેં અને તેંજો શ્રેય વનેતો હિન પ્રદેશ જી મીઠી બોલી કે. સિંધી અને મેમણી ભાષાએં સાથે સરખાવાંધી કચ્છી બોલી ભારત જી કેતરીક પ્રાચીન ભાષાએં મેજાનું હિકડી આય. ખુમારી વારે પ્રદેશ જી હી ખુમારી વારી ભાષા કે બંધારણીય દરજ્જો મલે તેનલા કરે લમે સમયથી કેતકરા પ્રયાસ થીંયેતા પણ અજ ડીં સુધી હિ ભાષા ફક્ત બોલી ભનીને રઇ વઇ આય.
કચ્છી ભાષા મેં લેખધા સાહિત્યકારેં મુજબ બંધારણીય માન્યતા પેલા કચ્છી માડુ પેંઢ હેન બોલી કે માન્યતા ડીંયે હિ જરૂરી આય. સહિયારા પ્રયાસ ને એકતા જ કચ્છી કે ભાષા તરીકે માન્યતા ડેરાય સકે.
હેન મીઠે મૂલક જી હિ મીઠી બોલી લા કરે છેલ્લે કેતરેક વરેંથી કચ્છ જા નામચીન સાહિત્યકાર પ્રયાસ કઇએં તા. અજ હેન ભાષા વટે કોરો નાય? ભાષા બોલે વારા માડુ અઇં, લખે વારા સાહિત્યકાર અઇં, સાહિત્ય અકાદમી આય અને ભારત જો સર્વોચ્ય પદ્મશ્રી પુરસ્કાર પણ આય. છતાંય કાયધે જી નજર મેં હી ભાષા નાય માત્ર બોલી આય. ભેણું ચોવાધિયું કચ્છી ને સિંધી ભાષા મેજાનું સિંધી કે માન્યતા મલઇ ત કચ્છી કે કોલાય ન હિ સવાલ અજ પણ કેતરેક ભાષા પ્રેમીયેં જે મન મેં ખોચેતો.
ભાષા પ્રેમીયેં મુજબ કચ્છી કે બંધારણીય દરજ્જો ડેનાયેલા પેલા કચ્છી માડુએંકે હેન ભાષા કે દરજ્જો ડીણું ખપધો. જિત જિત હિકડો કચ્છી વસે ઓતે ડીંયા ડીં કચ્છ ભેરો કચ્છી પણ હુનીય ખપે. જડે હિકડે હિકદે કચ્છી માડુ જે મન મેં હેન ભાષા કે માન્યતા ડેરાયેલા પિંઢજે મન મેં માન્યતા મલધી તડે જ બંધારણ પણ માન્યતા ડિંધો.