Home /News /kutchh /Kutch: જિલ્લામથક ભુજમાં પ્લાસ્ટિકબંધીનો ઉલાળિયો; ખુલ્લેઆમ વપરાય છે પ્લાસ્ટિકના ઝબલા

Kutch: જિલ્લામથક ભુજમાં પ્લાસ્ટિકબંધીનો ઉલાળિયો; ખુલ્લેઆમ વપરાય છે પ્લાસ્ટિકના ઝબલા

X
બજારોમાં

બજારોમાં ખુલ્લેઆમ વહેંચાય છે પ્લાસ્ટિકના ઝબલા થેલીઓ

જુલાઈ મહિનાથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું પરંતુ થોડા સમયના પ્રતિબંધ બાદ ભુજમાં નગરપાલિકાએ થોડા દિવસ કામગીરી કરી સંતોષ માની લેતા ફરી પ્લાસ્ટિકનું વપરાશ શરૂ થયું છે

Dhairya Gajara, Kutch: કેન્દ્ર સરકારે જુલાઈ મહિનાથી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. પ્લાસ્ટિકનું ભારે વપરાશ કરતા દેશ માટે આવું પ્રતિબંધ પર્યાવરણની રક્ષા માટે હિંમતવાન પગલું હતું. દેશભરની સાથે કચ્છમાં પણ પ્લાસ્ટિકના ઝબલા, પીવાના પાણીના પાઉચ ઉપરાંત પ્લાસ્ટિકની અન્ય કટલેરી આઇટમો બંધ થઈ ગઈ હતી. પરંતુ જેમ સમય પસાર થતો ગયો તેમ ફરી આ સિંગલ યુઝ પ્લાસ્ટિક આઈટમ બજારોમાં દેખાતી શરૂ થઈ છે. ભુજમાં લારીએ લારીએ અને દુકાને દુકાને પ્લાસ્ટિકના ઝબલા જોવા મળી રહ્યા છે. અને પાલિકા તો જાણે આ દુષણ વિરુદ્ધ આંખ આડા કાન કરી રહી હોય તેમ નિશ્ચિંત થઈ ગઈ છે.

દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગતા જ ભુજ નગરપાલિકા પણ એક્શન મોડમાં આવી ગઈ હતી. શહેરભરની બજારોમાં એક એક લારી અને એક એક દુકાનો પર જઈને તપાસ કરી ઝબલા જપ્ત કરી દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકાની આ કામગીરીથી વેપારીઓમાં સોપો પડી ગયો હતો અને સમગ્ર શહેરમાં અનેક દિવસો સુધી પ્લાસ્ટિકના ઝબલા, ગ્લાસ, સ્ટ્રો, વગેરે બંધ થઈ ગયું હતું.

પણ જેમ પાલિકા આ કામગીરીમાં સુસ્ત બની તેમ ફરી વેપારીઓએ પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરવાની શરૂઆત કરી નાખી. આજે ભૂજની બજારોમાં વેપાર કરતા લારીધારકો અને દુકાનદારો ખુલ્લેઆમ પ્લાસ્ટિકની થેલીઓનું વપરાશ કરી રહ્યા છે. અનેક ધંધાર્થીઓ હજુ પણ પ્લાસ્ટિકના ઝબલા છુપાવીને રાખે છે જો કે મોટાભાગના લોકોને તંત્ર અને નિયમોનો કોઈ ડર જ ન હોય તેમ જાહેરમાં ઝબલા રાખી વેંચાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો:  ભુજની શેરીઓમાં ગટરના પાણીથી રસ્તા થયા બંધ, બાળકોનું ખોરવાયું શિક્ષણ

શરૂઆતમાં બંધ થયેલા પ્લાસ્ટિકના પીવાના પાણીના પાઉચ પણ ફરી શરૂ થઈ ગયા છે. રૂ. બે માં મળતા 250 મિલીલિટર પાણી સામે લોકોને રૂ. 5 માં મળતી 250 મી.લી.ની બોટલ મોંઘી લાગતા ફરી પાણીના પાઉચ પણ વેંચાવવાના શરૂ થઈ ગયા છે.

જો કે નગરપાલિકાનું કહેવું છે કે આગામી અઠવાડિયાથી ફરી એક વખત પ્લાસ્ટિક મુદ્દે વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે અને નિયમનો ઉલ્લંઘન કરવા વિરુદ્ધ આકરો દંડ ફટકારવામાં આવશે. પરંતુ બીજી તરફ નાના ધંધાર્થીઓનો પણ એવો આક્ષેપ છે કે પાલિકા માત્ર નાના વેપારીઓને ટાર્ગેટ કરે છે અને ઝબલા બનાવતા તેમજ વેંચતા મોટા ધંધાર્થીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતી નથી.
First published:

Tags: Bhuj News, Kutch, Kutch Latest News, કચ્છ સમાચાર, ભુજ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો