Home /News /kutchh /Kutch: પૂર્વ કચ્છમાં ટ્રાફિક ઇ-ચલણ ભરવા લોક અદાલત યોજાશે; જો નહીં ભરો તો થશે ગુનો દાખલ

Kutch: પૂર્વ કચ્છમાં ટ્રાફિક ઇ-ચલણ ભરવા લોક અદાલત યોજાશે; જો નહીં ભરો તો થશે ગુનો દાખલ

દંડની રકમ નહીં ભરાય તો નોંધાશે ગુનો

પૂર્વ કચ્છમાં ટ્રાફિક નિયમનના ઉલ્લંઘન બદલ લોક અદાલતમાં દંડની રકમ ભરવાનો છેલ્લો મોકો લોકોને મળશે જે બાદ પોલીસ દ્વારા વાહન ડીટેન કરવા ઉપરાંત ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે

Dhairya Gajara, Kutch: છેલ્લા થોડા વર્ષોથી કચ્છમાં ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો પર ચાંપતી નજર રાખવા પોલીસ (Gujarat Police)ની ત્રીજી આંખ એવી નેત્રમ કમાંડ એન્ડ કંટ્રોલની (Netram Camera) શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ ટ્રાફિક નિયમનના ભંગ (Traffic Rules Violation) બદલ આવતા ઓનલાઇન મેમોને (Traffic e-memo) લોકો મોટે ભાગે અવગણી તેની રકમ ભરપાઈ કરવાનું ટાળતા હોય છે. તેવામાં VISWAS પ્રોજેકટ હેઠળના નેત્રમ” (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) ના ગાંધીધામ (Gandhidham) શહેર ખાતેના સી.સી.ટી.વી. કેમેરાની મદદથી આપેલ ઈ-ચલણ ભરવાના બાકી હોય તેવા લોકોને દંડની રકમ તાત્કાલીક ભરપાઈ કરવા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક (SP East Ktch) તરફથી જણાવવામાં આવ્યું છે.

પૂર્વ કચ્છ ગાંધીધામ શહેરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ નિયમો અને ટ્રાફિક વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી વિશ્વાસ (VISWAS) પ્રોજેક્ટ હેઠળ શહેરમાં અલગ-અલગ સ્થળોએ CCTV Camera લગાવવામાં આવ્યા છે. જેમાં મોટા પ્રમાણમાં લોકોને ટ્રાફિક નિયમોના ભંગ બદલ આપેલા ઈ-ચલણની રકમ આજ દિન સુધી ભરપાઈ કરવામાં આવ્યું ન હોવાનું જાણવા મળે છે.

આ પ્રકારના ઇ-ચલણની રકમ ભરવા આગામી 13 ઓગસ્ટના ગાંધીધામ કોર્ટ ખાતે લોકઅદાલત (Lok Adalat) નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાજર રહી દંડની રકમ ભરવા સુચન કરાયું છે. તેમજ જે લોકો દ્વારા ઘણા લાંબા સમયથી દંડ ભરવામાં આવ્યું નથી, તેમને ગાંધીધામ કોર્ટ મારફતે પ્રિ-લીટીગેશન નોટીસ પાઠવવામાં આવી છે. આ નોટીસ મળ્યા બાદ જે લોકો દ્વારા દંડની રકમ ભરવામાં નહીં આવે તો તેમની સામે ફાજદારી કાર્યવાહી કરવામાં આવશે, તેવું પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરાયેલ પ્રેસ યાદીમાં જણાવાયું હતું.

આ પણ વાંચો:   Kutch: 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવાની અપીલ સાથે BSF જવાનોએ યોજી ત્રિરંગા સાથે માર્ચ

પુર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી ગાંધીધામ-આદિપુર વિસ્તારમાં 285જેટલા અલગ અલગ પ્રકારના સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, કચ્છ-ભુજ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ, તાલુકા અદાલત, ગાંધીધામ-કચ્છ મારફતે આગામી તા. 13/08/2022ના રોજ લોકઅદાલતનું આયોજન ગાંધીધામ કોર્ટ ખાતે કરવામાં આવશે.

જિલ્લાના તમામ લોકોને અપીલ કરવામાં આવી હતી કે આ લોકઅદાલતનો લાભ લઈ બાકી રહેલા ઈ-ચલણની રકમ સત્વરે ભરપાઈ કરવામાં આવે. સાથે જ જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં ઇ-ચલણ ન ભરનાર લોકોના વાહન ડીટેઈન કરવાની અને વાહનમાલિક વિરુધ્ધ એન.સી. કેસ કરી ફરિયાદ દાખલ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

ઈ-ચલણની રકમ ચૂકવણીના વિકલ્પો:

1) VISWAS E-CHALLAN મોબાઈલ એપ્લીકેશન મારફતે,

2) “નેત્રમ\" (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) એસ.પી. કચેરી, ડી.સી-5, ડૉ. રવિન્દ્રનાથ ટાગોર રોડ, ગાંધીધામ-કચ્છ.

3) લોક અદાલત તારીખ:- 13/08/2022ના રોજ રૂમ નં. 203, તાલુકા અદાલત, ગાંધીધામ કચ્છ.

Photo credit: Twitter/SP_EastKutch
First published:

Tags: East Kutch, Gandhidham news, Gujarat police, Traffic Fine, Traffic rule

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો