Home /News /kutchh /

Kutch: લમ્પી વાયરસથી બચી ગયેલી ગાયોનું પણ દૂધ ઉત્પાદન ઘટ્યું! આ છે કારણ

Kutch: લમ્પી વાયરસથી બચી ગયેલી ગાયોનું પણ દૂધ ઉત્પાદન ઘટ્યું! આ છે કારણ

લમ્પીરોગના

લમ્પીરોગના કારણે દૂધ ઉત્પાદનમાં દૈનિક 20 હજાર લીટરનો ઘટાડો

કચ્છમાં લમ્પી સ્કિન ડીસીઝના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે તો રોગની ચપેટમાં આવેલી ગાયો સારવાર બાદ પણ નથી આપી રહી દૂધ

    Dhairya Gajara, Kutch: પશુપાલન માટે ઓળખાતા કચ્છ જિલ્લામાં (Kutch Animal Husbandry) હાલ લમ્પી સ્કિન ડીસીઝના (Lumpy Skin Disease) કારણે ઠેર ઠેર ગાયોરોગની ચપેટમાં આવી રહી છે. જિલ્લાના તમામ તાલુકામાં આ રોગ વધતા ગાયો અત્યંત બીમાર પડી રહી છે તો અનેક ગાયોની મોત થઈ રહી છે.છેલ્લા ત્રણ મહિનાથી સતત વધી રહેલા આ રોગના કારણે જિલ્લાના દૂધ ઉત્પાદનમાં (Kutch Milk Production) પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. કચ્છની સૌથી મોટી એવી સરહદ ડેરીમાં (Sarhad Dairy) અગાઉના દૈનિક ત્રણ લાખ લીટર દૂધ સામે હાલ 20 હજાર લિટરનો ઘટાડો નોંધાયો છે.

    એપ્રિલ મહિનાના અંતમાં કચ્છ જિલ્લાના સરહદી અને છેવાડાના લખપત તાલુકાના કૈયારી ગામે ગાયોમાં લમ્પી સ્કિન ડીસીઝ નામના રોગની શરૂઆત થઈ હતી. આ રોગની શરૂઆત સાથે જ જિલ્લાભરના માલધારીઓમાં ચિંતા પ્રસરી હતી અને તેમના અનુમાન મુજબ આ રોગ એક બાદ એક દરેક તાલુકાઓમાં ફેલાયો હતો. શહેરોના ડમ્પીંગ યાર્ડ અને ગામડાના સીમમાં દફનાવવામાં આવતી ગાયોની સંખ્યા જોતા આ રોગ ખૂબ ગંભીર લાગે છે પરંતુ સરકારી આંકડા મુજબ અત્યાર સુધી જિલ્લામાં 55,164 ગાયોની આ રોગ માટે સારવાર થઈ છે અને સાથે જ 1,384 જેટલી મોત નોંધાઇ છે.

    આ પણ વાંચો : માલધારીઓ સાથે શિક્ષકો પણ કરે છે હિજરત, સમર્પણની અદ્ભુત કહાણી

    લમ્પી રોગના કારણે ગાયોની હાલત ખુબ કફોડી થતી હોય છે. તાવ ચડ્યા બાદ પગમાં સોજા આવવાનો શરૂ થાય છે ત્યારબાદ સમગ્ર શરીર પર ગાંઠો ઉપસી આવે છે. આ ગાંઠોના કારણે ગાયોને અત્યંત પીડા વેઠવી પડતી હોય છે અને સમય સાથે ગાયો ખાવા પીવાનું પણ ત્યજી દે છે જે કારણે તેમના વજનમાં પણ સતત ઘટાડો થાય છે. આ રોગને કારણે પશુઓમાં દૂધ ઉત્પાદન તો ઘટે છે સાથે સાથે ફરી ગર્ભાધાનમાં સમસ્યા થાય છે અને ગાય ગર્ભવતી હોય તો ગર્ભપાત પણ થાય છે.

    લમ્પીનીપીડાના કારણે ગાયોની દૂધ આપવાની ક્ષમતામાં ઘટાડો નોંધાયો છે. માલધારીઓનું કહેવું છે કે જે ગાય એક વખત આ રોગની ચપેટમાં આવે છે તેની સારવાર થયા બાદ પણ તેના દૂધ ઉત્પાદનની ક્ષમતા વધતી નથી. કચ્છ જિલ્લામાં દૂધ ઉત્પાદકન માટે મોખરે રહેતી સહકારી ડેરીમાં સમગ્ર જિલ્લામાંથી માલધારીઓ પાસેથી દૈનિક 3 લાખ લીટર દૂધ આવતુહતું. પરંતુ આ રોગના કારણે દૂધમાં ઘટાડો થતાં દૂધની દૈનિક આવકમાં 20,000 લીટરનો ઘટાડો નોંધાયો છે જેથી હાલમાં 2.8 લાખ લીટર દૂધ આવી રહ્યું છે.

    આ પણ વાંચો : શા માટે ભુજંગદેવની પૂજા હવે રાજવી પરિવારોના બે અલગ-અલગ સમૂહો દ્વારા કરવામાં આવે છે? જાણો કહાણી

    માલધારીઓએ જણાવ્યું હતું કે લમ્પીગ્રસ્ત ગાયોની વાછરડીઓ સ્તનપાન કરતી હોવાના કારણે જલ્દી આ રોગની ચપેટમાં આવે છે અને તેમની મોત ખૂબ જલ્દી થાય છે. આ કારણે માલધારીઓ દ્વારા શક્ય હોય ત્યાં સુધી વાછરડીઓને સ્તનપાન પણ કરાવવામાં આવતું નથી. તેમના મત મુજબ આ કૃત્યથી વાછરડીઓને મળતાં પોષણમાં ઘટાડો થાય છે પણ તેમને જીવતા રાખવા તેમને પોતાની માતાથી દૂર રાખવું પડે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Cow, Kutch, Milk, Virus

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन