કચ્છ : ગુજરાત એટીએએસને (Gujarat ATS) મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએએસે કચ્છના મુંદ્રા પોર્ટ પરથી (Mundra Port) 70 કિલો હેરોઇન (Drugs from Mundra Port) પકડી પાડ્યું છે. જેની બજાર કિંમત 376 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ અંગે હાલ એટીએસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.
ગુજરાત એટીએસને ગુપ્ત માહિતી મળી હતી કે, દુબઇના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાં કરોડોનું હેરોઇન છુપાવવામાં આવ્યું છે. જે બાદ તપાસ કરતા નવી જ મોડસ ઓપરન્ડી સામે આવી હતી. કન્ટેનરમાં કપડા હતા. આ કન્ટેનરમાં તપાસ કરતા કપડાની અંદરના હાર્ડ બોર્ડની અંદરથી ડ્રગ્સ મળ્યું હતુ. આ કન્સાઇમેન્ટ મુંદ્રા પોર્ટ પરથી સીએફએસ પરથી મળ્યું હતુ.
ગુજરાત એટીએસની ટીમને આ કન્સાઇમેન્ટ કોણે મોકલ્યું હતુ અને કોને આપવાનું હતુ તે અંગેની જાણ છે. આ સાથે વધુ તપાસમાં આ ડ્રગ્સ મંગાવવામાં કોણ કોણ સામેલ હતું તે અંગેની માહિતી પણ સામે આવી શકે છે. હાલ આ અંગે હજી મોટા ખુલાસા થઇ શકે છે. અત્યારે તો એક જ કન્ટેનર ઝડપાયું છે. પરંતુ એક કરતા વધુ કન્ટેનરની તપાસ ચાલી રહી છે. ગુજરાત એટીએસની ટીમની તપાસ ચાલી રહી છે.
થોડા સમય પહેલા ડ્રગ્સ વેચવાની અલગ જ મોડસ ઓપરન્ડી સામે આવી હતી. આરોપીઓ બાળકોના રમકડામાં ડ્રગ નાખીને એમોઝોનના બોક્ષનો ઉપયોગ કરતા હોવાનુ સામે આવ્યું હતું. આ મામલે આ કેસના મુખ્ય આરોપી કરણ ફરાર ગુજરાત એટીએસની ટીમે રિમાન્ડ મેળવ્યા બાદ તેની પૂછપરછ હાથ ધરી હતી. રિમાન્ડ પૂરા થયા બાદ તેને જેલ હવાલે પણ કરી દેવામાં આવ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, કરણ ફાઇનાન્સનું કામ જોતો હતો. જેથી તેની તપાસમાં અનેક આંગડિયા પેઢીના નામ સામે આવ્યા છે, જેમાં તે લેવડ દેવડ કરતો હતો.
Gujarat ATS has recovered 75 kg heroin worth over Rs 376 crore from Mundra port in Kutch district. The container was imported from Dubai some two months ago and was lying at container freight station @DeccanHeraldpic.twitter.com/dNrkuQP5H5
ગુજરાત ATS દ્વારા આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને જે લોકો ઈ કોમર્સના માધ્યમથી ગ્રાહકો બનાવીને કુરિયર દ્વારા ડ્રગનું સપ્લાય કરતા હતા. આરોપીઓની તપાસમાં અનેક મોટા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ બાળકોના રમકડાની અંદર ડ્રગ નાખીને ડ્રગને કુરિયર કરતા હતા. આરોપી આકાશ, સોહલી અને બાસિત સિવાય કરણ નામનો મુખ્ય આરોપી હતો. આ લોકોની તપાસમાં સામે આવ્યું હતું કે આ લોકોના 20થી 35 વર્ષની ઉંમરના ગ્રાહકો હતા અને જેમાં વિદ્યાર્થીઓ અને વેપારીઓ પણ સામેલ હતા.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર