Home /News /kutchh /Kutch: ધોળાવીરા જવું હોય તો આ માહિતી વાંચી લો, મજા પડી જશે!

Kutch: ધોળાવીરા જવું હોય તો આ માહિતી વાંચી લો, મજા પડી જશે!

કચ્છમાં ધોળાવીરા જાણીતું ટૂરિસ્ટ સ્થળ છે.

ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળતાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રણોત્સવની શરૂઆત થતાં જ કચ્છમાં પ્રવાસીઓની આવ ફરી એક વખત શરૂ થઈ છે. ત્યારે વિશ્વ ધરોહર ધોળાવીરા પણ પ્રવાસીઓને આવકારવા તૈયાર બેઠું છે.

Dhairya Gajara, Kutch: કચ્છના ખડિર બેટમાં આવેલા ધોળાવીરામાં રહેલા હડપ્પન સંસ્કૃતિના અવશેષો જોવા દેશ વિદેશથી લોકો આવે છે. ગત વર્ષે જ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળતાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રણોત્સવની શરૂઆત થતાં જ કચ્છમાં પ્રવાસીઓની આવ ફરી એક વખત શરૂ થઈ છે. ત્યારે વિશ્વ ધરોહર ધોળાવીરા પણ પ્રવાસીઓને આવકારવા તૈયાર બેઠું છે.

પાંચ હજાર વર્ષ પહેલાંની હડપ્પન સંસ્કૃતિના અવશેષોને સમાવી બેઠેલા ધોળાવીરાને ગત વર્ષે જ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ એટલે કે વિશ્વ ધરોહર જાહેર કરવામાં આવ્યું હતું. ભારતનો 40મો વિશ્વ ધરોહર બનતા આ પ્રાચીન નગરી હવે પ્રવાસીઓને આકર્ષી રહી છે. ગત વર્ષે કોરોનાના કારણે આંશિક પાબંદીઓ વચ્ચે ધોળાવીરામાં પ્રવાસીઓનો ખાસ ધસારો રહ્યો ન હતો. પરંતુ આ વર્ષે રણોત્સવની શરૂઆત થતાં જ દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ પણ ધોળાવીરાની મુલાકાત લઈ રહ્યા છે.



હડપ્પા સંસ્કૃતિ સાઈટ

ધોળાવીરામાં અચૂક મુલાકાત લેવા જેવા સ્થળોમાંથી મુખ્ય છે ત્યાંની હડપ્પન સંસ્કૃતિની સાઇટ. ધોળાવીરા હડપ્પન સાઈટની શોધ 1991 માં કરવામાં આવી હતી. આ સાઇટને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેકટર ડૉ. આર.એ. બિષ્ટે પોતાની કારકિર્દીનો અમૂલ્ય સમય આપી શોધી છે, જે માટે તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.



પાંચ હજાર વર્ષ પહેલાં પણ હડપ્પન સંસ્કૃતિનું આ નગર મોડર્ન

સિવિલાઈઝેશનની વ્યાખ્યા બન્યું હતું. તેની નગર વ્યવસ્થા એટલી અદભુત હતી કે આજના શહેરોને પણ પાછળ મૂકે. ધોળાવીરાના ઉત્ખનન વખતે અહીંનો બાહરી કિલ્લો, જળાશય, સ્ટેડિયમ, સિરોડલ વગેરે અમૂલ્ય સ્થળો મળી આવતા હતા, જેમને આજે પણ અહીં સુરક્ષિત રખાયા છે.



પુરાતત્વ સંગ્રહાલય
ધોળાવીરાના ઉત્ખનન વખતે અહીં મળી આવેલી અનેક નાની નાની વસ્તુઓથી વૈજ્ઞાનિકો દ્વારા તે સમયમાં લોકોના જીવન અને તેમની સામાજિક આર્થિક પરિસ્થિતિ મુદ્દે તારણ કાઢ્યા હતા. તે સમયનું ચલણી નાણું, લોકો દ્વારા વાપરતા વાસણો, ઘર વપરાશની વસ્તુઓ વગેરે આ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યા છે. આ સર્વે વસ્તુઓ અહીંના પુરાતત્વ સંગ્રહાલયમાં પ્રદર્શન માટે મૂકવામાં આવી છે.



ફોસિલ પાર્ક
ધોળાવીરામાં માત્ર પાંચ હજાર જૂના અવશેષો જ નહીં, પરંતુ લાખો વર્ષ જૂના અવશેષો પણ મળી આવ્યા છે. અહીંના ફોસિલ પાર્કમાં રખાયેલી ઝાડની અશ્મિઓ લાખો વર્ષ પહેલાંના જુરાસિક યુગની હોવાનું માનવામાં આવે છે. તો અહીં થોડા વર્ષો પહેલા જ ઉપરી જડબાનું એક વિશાળ ફોસિલ પણ મળી આવ્યું હતું જે 1.10 કરોડ વર્ષ પહેલાંના પ્રાચીન વાનરનું હોવાનું મનાય છે.
First published:

Tags: Dholavira, Kutch, Tourist

विज्ञापन