Home /News /kutchh /

Career: ભુજ ખાતે વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન આપવા જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો

Career: ભુજ ખાતે વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન આપવા જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો

વિદ્યાર્થીઓને

વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી પસંદ કરવા માર્ગદર્શન અપાયું

કચ્છમાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુથી ભુજ ખાતે જિલ્લાકક્ષાનો માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

    Dhairya Gajara, Kutch: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ (Gujarat Education Department) અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર (Kutch Administrative Department) દ્વારા કચ્છના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ કારકિર્દીને લગતી તમામ માહિતી પૂરી પાડવા તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલવા જિલ્લા કક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું (Career Guidance Pragramme) આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમજ શિક્ષક મિત્રોને ખૂબ જ ઉપયોગી અને જરૂરી માહિતી મળે છે. અને કારકિર્દીની ચિંતા પણ ઓછી થાય છે.

    જિલ્લા કક્ષાએ સુંદર આયોજન બદલ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ પછી કારકિર્દીની યોગ્ય પસંદગી કરી શકે તેવા હેતુથી શિક્ષણ પ્રધાનની પ્રેરણાથી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આર.ડી. વારસાણી કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન યોજવામાં આવ્યો હતો. આ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં 1500 જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો જોડાયા હતા.

    આ પણ વાંચોઃ-SBI Recruitment: SBIએ વિવિધ પદો માટે બહાર પાડી બંપર વેકેન્સી, આ તારીખ પહેલા કરો અરજી

    વિદ્યાર્થીઓને રોજગારીની તકો ની ઝાંખી કરાવતા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિડિયો સંદેશ આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે કારકિર્દી માર્ગદર્શનના કાર્યક્રમો સૌને માટે નવી દિશા નવું ફલકની વિભાવના લઈને આવ્યો છે ગુજરાતના વિદ્યાર્થીઓ સ્વનિર્ભર બને અને રોજગારીનું પ્રમાણ વધે તેવા હેતુથી વિવિધ વિભાગોના સંયોજનથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

    આ પણ વાંચોઃ-Govt Jobs 2022 : નાણા મંત્રાલયમાં યંગ પ્રોફેશનલ્સની ખાલી જગ્યા પર ભરતી, 40 હજાર જેટલો મળશે પગાર

    કારકિર્દી માર્ગદર્શનના મુખ્ય વક્તા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર જયરાજસિંહ જાડેજાએ કારકિર્દીનું ક્ષેત્ર નક્કી કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો નિર્દેશ કર્યો હતો તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સફળતા માટે સખત પરિશ્રમ સિવાય કોઈ વિકલ્પ નથી અને આ માટે હકારાત્મકતા પણ જરૂરી છે. કોઈ ધ્યેય નક્કી કરો અને હાલમાં ચાલી રહેલા વિવિધ ટ્રેન્ડની વાત કરી યોગ્ય ટ્રેન્ડ પસંદ કરવા અપીલ કરી હતી તેમજ તેમણે વિવિધ કૌશલ્યો વિકસાવવા પર પણ ભાર મૂક્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, Gujarati news, Jobs and Career, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन