Home /News /kutchh /G20 in Kutch: 'પધારો મ્હારે દેશ...' વિદેશી મહેમાનોને આવકારવા તડામાર તૈયારીઓ શરૂ!

G20 in Kutch: 'પધારો મ્હારે દેશ...' વિદેશી મહેમાનોને આવકારવા તડામાર તૈયારીઓ શરૂ!

X
વિદેશી

વિદેશી મહેમાનોને આવકારવા તડામાર તૈયારી શરૂ

G20 સમીટને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છ G20ના રંગે રંગાઈ રહ્યું છે અને તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે

    Dhairya Gajara, Kutch: આગામી ફેબ્રુઆરી મહિનામાં વિશ્વવિખ્યાત કચ્છના સફેદ રણમાં 20 દેશોની આંતરાષ્ટ્રીય G20 સમીટ યોજાવાની છે. આ માટે કેન્દ્ર સરકારના અનેક6 સચિવોએ પણ સફેદ રણ સહિત તેના આસપાસના સ્થળોની મુલાકાત લીધી હતી. સમીટને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કચ્છમાં સમીટ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

    વૈશ્વિક અર્થતંત્રને સ્થિર કરવા રચાયેલી G20 સમીટનું અધ્યક્ષપદ આ વર્ષે ભારતને મળ્યું છે. ત્યારે આ વર્ષે પ્રથમ બેઠક જ કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણ મધ્યે યોજાશે. ફેબ્રુઆરી 7, 8 અને 9ના યોજાનારી આ સમીટ માટે કચ્છમાં રાતદિવસ એક કરી તૈયારીઓ ચાલી રહી છે. સૌ પ્રતિનિધિઓ ભુજ એરપોર્ટ પર પહોંચવાના હોવાથી ભુજ હવાઈમથકનું કાયાપલટ કરવામાં આવી રહ્યું છે.



    તો ધોરડોમાં યોજાનાર મુખ્ય સમીટ માટે ભુજથી ધોરડો સુધીના માર્ગનું સમારકામ પણ પૂર્ણ થવા પર છે. ધોરડો ખાતેની ટેન્ટ સિટીમાં બધા દેશોમાં પ્રતિનિધિઓને ઉતારો આપવા ટેન્ટનું એક અલગ વિભાગ તૈયાર થઈ થયું છે. તો પ્રવાસન પર ચર્ચા કરવા મળનારી આ બેઠક માટે ટેન્ટ સિટીમાં જ એક વિશેષ સભાખંડ પણ તૈયાર થઈ રહ્યો છે. ટેન્ટ સિટી ખાતે જ આ પ્રતિનિધિઓ કચ્છની પારંપરિક હસ્તકળાથી પરિચિત થશે જે માટે કચ્છની વિવિધ હસ્તકળાના ખ્યાતનામ કારીગરોને પણ અહીં આમંત્રિત કરવામાં આવ્યા છે.



    છેલ્લા દિવસે તારીખ 9ના બધા પ્રતિનિધિઓને સાઈટ સીઈંગ માટે પાંચ હજાર વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતા નગર ધોળાવીરા લઈ જવામાં આવશે. ધોરડોથી સીધા ધોળાવીરા પહોંચવા માટે ઘડુલી સાંતલપુર માર્ગનો વપરાશ કરવામાં આવશે. આ માર્ગ બનાવવાનો કામ હજુ ચલુમાં હોતાં કાઢવાંઢથી રસ્તો હાલ બંધ કરવામાં આવ્યો છે અને દિવસ રાત દરમિયાન શ્રમિકો દ્વારા આ રસ્તાનું કામ કરવામાં આવી રહ્યું છે.

    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો