Home /News /kutchh /Kutch: રોહા જાગીરના ખંડેર કિલ્લામાં જીવંત છે રાજાશાહી વખતની ઠાઠમાઠ, જુઓ વીડિયો

Kutch: રોહા જાગીરના ખંડેર કિલ્લામાં જીવંત છે રાજાશાહી વખતની ઠાઠમાઠ, જુઓ વીડિયો

X
ખંડેર

ખંડેર કિલ્લો આજે પણ પ્રવાસીઓને આકર્ષે છે

કચ્છના ઐતિહાસિક વારસાની ઝલક આ જિલ્લાના ખૂણે ખૂણે મળી આવે છે. રાજાશાહી સમયથી જ એક સક્ષમ રાજ્ય રહેલું કચ્છ 35 જાગીરોમાં વહેંચાયેલો હતો અને તેમાંની સૌથી મોટી જાગીર હતી રોહા.

    Dhairya Gajara, Kutch: કચ્છના ઐતિહાસિક વારસાની ઝલક આ જિલ્લાના ખૂણે ખૂણે મળી આવે છે. રાજાશાહી સમયથી જ એક સક્ષમ રાજ્ય રહેલું કચ્છ 35 જાગીરોમાં વહેંચાયેલો હતો અને તેમાંની સૌથી મોટી જાગીર હતી રોહા. રોહા જાગીર પર બનાવાયેલો કિલ્લો આજે પણ પ્રવાસીઓમાં ખૂબ મહત્વ ધરાવે છે. અનેક ભૂકંપમાં જર્જરિત થયા છતાં આજે પણ આ કિલ્લો જોઈ પ્રવાસીઓ જે તે સમયે જાગીરની ભવ્યતા અને ઠાઠમાઠનો અંદાજો લગાવી શકે છે.

    કચ્છના સ્થાપક મહારાવ ખેંગારજી દ્વારા તેમના ભાઈ સાહેબજીને રોહા જાગીર આપી હતી. કચ્છની નાની મોટી 35 જાગીરોમાંથી સૌથી મોટી આ રોહા જાગીર હેઠળ 50 જેટલા ગામો આવતા હતા. ઠાકોર સાહેબજીના પૌત્ર દેવાજી જ્યારે રોહાના ઠાકોર બન્યા ત્યારે તેમને અહીં આવેલા ડુંગર પર કિલ્લો બાંધવાનો વિચાર આવ્યો હતો.



    તો તે જ સમયે જાણે કચ્છ ધણીયાણી માં આશાપુરાની કૃપા તેમના પર વરસી હોય તેમ દેવી તેમના સ્વપ્નમાં આવ્યા હતા અને તેમને કિલ્લાના સ્થળ પર 70 ફૂટ ઊંડેથી કાઢવા કહ્યું હતું. ઠાકોર દેવાજીએ ત્યાં 70 ફૂટનો ખાડો કરી માતાજીનો મંદિર બનાવ્યો અને ખાડાની જગ્યાએ કૂવો બનાવ્યો જેમાં મીઠું પાણી મળ્યું હતું. આ સાથે ઠાકોર દેવાજી દ્વારા શરૂ કરાયેલું આ કિલ્લાનું બાંધકામ તેમની ચોથી પેઢી ઠાકોર નોંધણજી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું.



    આ કિલ્લાની મુખ્ય સુંદરતા તેના ઝરૂખાઓમાં સમાયેલી છે. વિશાળ ઝરુખાઓ પર કરવામાં આવેલી કોતરણી પણ લોકોનું મન મોહી લે છે. આ જ ઝરૂખામાંથી રોહા જાગીરના જમાઈસા અને ગુજરાતી સાહિત્યના ઇતિહાસના ખ્યાતનામ કવિ કલાપીએ \"રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો\" કાવ્યની રચના કરી હોવાનું માનવામાં આવે છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કવિ કલાપીના લગ્ન રોહા ઠાકોર વિભાજી બીજાના કુંવરી બાઈરાજબા સાથે થયા હતા. ફુરસતના સમયમાં કલાપી પોતાના સાસરે રોહા આવતા અને લાઠી દરબારના ઉતારા તરીકે જાણીતા રૂમના જરુખામાંથી નૈસર્ગિક પ્રકૃતિ તથા મુક્ત વિહરતા મોર અને અન્ય પક્ષીઓને જોઈને કવિતાઓની રચના કરતા.



    કચ્છના શ્રેષ્ઠ ડુંગરી કિલ્લાઓમાં શ્રેષ્ઠ કહેવાતા રોહાના કિલ્લામાં વર્ષ 1970 સુધી ઠાકોર સાહેબનું કુટુંબ તથા તેમના કર્મચારીઓ વસતા હતા. જો કે, કિલ્લો બન્યા બાદ 1819, 1956 અને 2001ના વિનાશક ભૂકંપમાં કિલ્લાને ઘણું નુકસાન પહોંચ્યું હતું. આજે રોહા ઠાકોરના વંશજો પણ કિલ્લાની નીચે રહે છે પરંતુ ડુંગર પરના કિલ્લાના ખંડેરો જોઈ કોઈ પણ વ્યક્તિને આ કિલ્લાની જાહોજલાલીનું ખ્યાલ આવી જાય છ.
    First published:

    Tags: Kutch, Local 18

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો