Home /News /kutchh /

Mango of Kutch: કચ્છી કેસર કેરી બજારમાં આવવા તૈયાર, ઉત્પાદનમાં ઘરખમ ઘટાડાના કારણે ભાવ વધશે

Mango of Kutch: કચ્છી કેસર કેરી બજારમાં આવવા તૈયાર, ઉત્પાદનમાં ઘરખમ ઘટાડાના કારણે ભાવ વધશે

એકરે

એકરે સાત ટનની જગ્યાએ હાલ એકથી ત્રણ ટન જ ઉત્પાદન

kutch news: ઉનાળો પૂરો થવાને એક મહિનાનો સમય બાકી છે ત્યારે કચ્છી કેસર કેરી બજારમાં આવવા તૈયાર છે પણ ઉત્પાદન 10 થી 30 ટકા થવાના કારણે આવતા દિવસોમાં બજારમાં કચ્છી કેસર કેરીના ભાવમાં વધારો નોંધાશે.

    Dhairya Gajara, Kutch: ઉનાળો શરૂ થાય એટલે લોકો ફળોના રાજાનો (King of Fruits) સ્વાદ માણવા ઉત્સુક થાય છે. કેરીમાં પણ ગીર (Gir Mangoes) તાલાલાની કેસરના ચાહક જુદા, વલસાડની હાફૂસના (Valsad Alphonso Mango) ચાહક અલગ અને કચ્છી કેસર કેરીના (Kutchi Kesar Mango) રસિયાઓ તો ઉનાળાના અંત સુધી સારી ગુણવત્તાની કેરીની રાહ જોતા હોય છે.

    આ વર્ષે હવે કચ્છમાં ઉનાળો (Summer in Kutch) પૂરો થવાને હવે એક મહિનો પણ બાકી નથી. ત્યારે કચ્છી કેસર કેરી પાકતા વાડીઓમાં તેને ઉતારવાનું કામ ચાલુ છે. જેથી ટુંક સમયમાં જ બજારમાં કચ્છી કેસરની ધમધમાટ જોવા મળશે. પણ આ વર્ષે પાકમાં ઘરખમ ઘટાડાના કારણે બજારમાં કેરીની આવકમાં ઘટાડો થશે તો સાથે જ તેના ભાવ વધતા લોકોને આર્થિક બોજો પણ પડશે.

    કચ્છી કેસર કેરી તેના વિશેષ આકાર અને સ્વાદના કારણે જગવિખ્યાત બની છે જેથી તેને જી.આઇ. ટેગ પણ પ્રાત થયું છે. વિશ્વના અનેક ખૂણામાં વસતા લોકો ઉનાળો શરૂ થતાં જ કચ્છી કેસરની રાહ જોતા હોય છે. પણ આ વર્ષે કચ્છમાં કેસર કેરીના પૂરતા વાવેતર છતાંય ઉત્પાદનમાં ઘરખમ ઘટાડો જોવા મળ્યો છે.

    કચ્છમાં કેરીના ખેડૂતોનો પાક 10 થી 30 ટકા જેટલો જ રહ્યો છે જેથી ખેડૂતો ચિંતિત થયા છે. તો દર વર્ષે એક એકરમાં સરેરાશ સાત ટન જેટલા ઉત્પાદન સામે આ વર્ષે એકથી ત્રણ ટન જ માલ ઉતાર્યું છે.

    ઉત્પાદનમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ જણાવતાં ખેડૂતોએ જણાવ્યું છે કે આ વર્ષે વાતાવરણમાં વિષમતા હોવાના કારણે કેરીનો પાક ઓછો થયો છે. શરૂઆતમાં વાતાવરણ પાકને માફક રહેતા કેરીને સારી માત્રામાં મોર આવ્યા હતા.

    પણ તે બાદ તાપમાનમાં અતિશય વધારાના કારણે અને લુ ચાલતી હોવાના કારણે પાક પર ઘણી અસર પડી હતી. તો લુ બાદ છેલ્લા એક અઠવાડિયાથી ભારે પવન ફૂંકાતા પણ ઘણો પાક સમય પહેલા જ ઝાડ પરથી પડી ગયો હતો.

    છેલ્લા બે દાયકામાં કચ્છની કેસર કેરીના વાવેતરમાં માટે જ મબલખ વધારો થયો છે. હાલની વાત કરીએ તો કચ્છના દસ તાલુકામાં કુલ 10,600 હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર થયું છે, જેમાંથી દર વર્ષે સરેરાશ 1.17 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. પણ આ વર્ષે સરેરાશ 20 ટકા જેટલું માલ જ ઉતરતા કુલ ઉત્પાદનમાં પણ ઘટાડો થશે. તો બજારમાં પણ કેસર કેરીના ભાવમાં ખાસો એવો વધારો જોવા મળશે.

    આ વર્ષે કચ્છી કેસર કેરીના ઉત્પાદનમાં મબલખ ઘટાડા સાથે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે જ્યારે કચ્છી કેસર કેરીના ભાવ સીઝન દરમિયાન બજારમાં રૂ. 200 થી રૂ. 300 પ્રતિ પાંચ કિલોના બોક્સ હતા ત્યારે આ વર્ષે સીઝનની શરૂઆતમાં જ કેસર કેરીના ભાવ રૂ. 350 પ્રતિ પાંચ કિલોના બોક્સના ચાલી રહ્યા છે. કેસર કેરીના ઉત્પાદન બાદ પણ ખેડૂતો પોતાનો નફો ઘટાડી વેપારીઓને માલ વેચી રહ્યા છે જેથી હાલ પૂરતું ગ્રાહકો પર ભાવ વધારાનો બોજો વધારે પડ્યો નથી.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati news, Kesar mango, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन