Home /News /kutchh /Kutch: હવે કચ્છ જાવ તો દરબાર ગઢ પણ જોવા જાજો, થઇ રહ્યું છે સમારકામ, જુઓ વીડિયો

Kutch: હવે કચ્છ જાવ તો દરબાર ગઢ પણ જોવા જાજો, થઇ રહ્યું છે સમારકામ, જુઓ વીડિયો

X
છ

છ માસમાં પુનઃસ્થાપનનો પ્રથમ તબક્કો પૂર્ણ થશે

ભૂકંપમાં જર્જરિત થયેલો ભુજનો મુખ્ય પ્રવાસન સ્થળ દરબાર ગઢને તેના અસલ સ્વરૂપમાં લાવવા કચ્છના રાજપરિવાર દ્વારા તેના પુનઃસ્થાપનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે

    Dhairya Gajara, Kutch: ભુજનું દરબાર ગઢ રાજાશાહી સમયમાં કચ્છનું સૌથી મહત્વનો સ્થળ હતો કારણ કે આ સ્થળેથી સમગ્ર કચ્છ રાજ્યનું સંચાલન ચાલતું હતું. એક અમૂલ્ય ઐતિહાસિક વારસો જાળવી બેઠેલો સ્થાપત્યનો આ અનન્ય નમૂનો 2001ના ભૂકંપમાં જર્જરિત થયો હતો. પરંતુ હવે કચ્છના રાજપરિવાર દ્વારા આ ઐતિહાસિક વારસાને ફરી ધબકતું કરવા દરબાર ગઢનું પારંપરિક ઢબમાં પુનઃસ્થાપન શરૂ કરવામાં આવ્યું છે.

    ટુંક સમયમાં કચ્છવાસીઓ તેમજ પ્રવાસીઓને આ દરબાર ગઢ તેના અસલ સ્વરૂપ અને રુવાબમાં જોવા મળશે.



    આજથી અંદાજિત 450 વર્ષ પહેલાં કચ્છની રાજધાનીને લાખિયારવીરાથી ભુજ ખસેડવામાં આવી હતી. ભુજ શહેરમાં સૌપ્રથમ કોઈ સ્થળનું નિર્માણ થયું હોય તો તે હતું આ દરબાર ગઢ. દરબાર ગઢમાં બનેલા પ્રાગ મહેલ, આઇના મહેલ અને રાણી વાસ સહિતના મહેલો સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂના છે. ચાર સદી જૂના આ સ્થાપત્યોમાં વિશિષ્ટ પ્રકારની કળાકૃતિ અને કોતરણી અદ્યતન ઇજનેરી તકનીકને પણ વિચારતા કરી દે તેવું છે. જો કે, હરેક સદીમાં ત્રાટકેલા ગોઝારા ભૂકંપે દરબાર ગઢના અનેક સ્થાપત્યોને નુકસાન પહોંચાડ્યું હતું.



    જો કે હવે કચ્છના રાજપરિવાર દ્વારા હવે આ જર્જરિત ઇમારતોનું પુનઃસ્થાપન શરૂ કરવામાં આવ્યું છે. તો દરબાર ગઢમાં સૌથી પહેલા બનેલા રાણીવાસના પુનઃસ્થાપન સાથે શરૂઆત થઈ ચૂકી છે. પ્રાગ મહેલના સામે આવેલી રાણી વાસની દિવાલનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને આગામી છ મહિનામાં જ આ દિવાલનું કામ પૂર્ણ કરવામાં આવશે. તો ત્યારબાદ દરબાર ગઢની મુખ્ય પ્રવેશદ્વાર નાગરખાનાને પણ પુનઃસ્થાપિત કરવામાં આવશે.



    દરબાર ગઢને તેના મૂળ સ્વરૂપે લાવવા જે તે સમયે તેના બાંધકામ સમયે વપરાયેલ પદ્ધતિ અને સામગ્રીનું વપરાશ કરી રિવાઇવલ મેથડોલોજીને વપરાશમાં લઈ કામ શરૂ કરાયો છે. આ રીપેરીંગ કામમાં સિમેન્ટનો કોઈ ઉપયોગ થશે નહીં. બાંધકામ સમયે વપરાયેલ ચુંક, દેશી ગોળ, સુરખી અને ઘૂઘડ જેવા પદાર્થોને વપરાશમાં લઈ સમારકામ કરવામાં આવી રહ્યું છે. તો તે સમયે વપરાયેલ કચ્છના ખાવડાના પથ્થરો જ ફરી વપરાશમાં લઈ દરબાર ગઢને તેને તેના અસલ સ્વરૂપમાં લાવવામાં આવશે.

    First published:

    Tags: Kutch, Local 18