Home /News /kutchh /

Kutch: શિવાલયો ફરી પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ આપી રહ્યા છે આ સાઇકલિસ્ટ

Kutch: શિવાલયો ફરી પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ આપી રહ્યા છે આ સાઇકલિસ્ટ

ટીશર્ટ

ટીશર્ટ પર સૂત્રો પ્રિન્ટ કરવી ફેલાવે છે જાગરૂકતા

ભુજના વ્હાઈટ ઇગલ ગ્રુપ દ્વારા શ્રાવણ માસ દરમિયાન રોજ અલગ અલગ શિવાલયો સુધી સાઇકલચલવી પ્લાસ્ટિક મુક્તિ ઉપરાંત વ્યસન અને તણાવ મુક્તિના સંદેશાઓ અપાઈ રહ્યા છે

    Dhairya Gajara, Kutch: શ્રાવણ માસ (Shravan Month) શરૂ થાય એટલે ભોળા શંભુના મંદિરે (Lord Shiva Temples) ભક્તોનો ઘસારો વધતો હોય છે. પરંતુ અમુક ભક્તો એવા હોય કે જે માત્ર દર્શન નથી કરતા પરંતુ સમાજ સુધી સુંદર અને મહત્વના સંદેશો પહોંચાડે છે. ભુજના લાયન્સ ક્લબ (Lion's Club Bhuj) અને આત્મહત્યા અટકાવ ફોરમના સહયોગથી વાઈટ ઇગલ ગ્રુપના (White Eagle Group) સાયકલિસ્ટ શ્રાવણ મહિનાના 30 દિવસોમાં 30થી વધુ શિવ મંદિરોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક (Plastic ban message) મુક્તિ તેમજ તણાવ મુક્તિ અને વ્યસન મુક્તિ માટેનું અભિયાન ચલાવી રહ્યા છે.

    દેશભરમાં ગત 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન લગાડવામાં આવ્યું છે, ત્યારે લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટે ભુજના વાઈટ ઇગલ ગ્રુપના સાયકલિસ્ટ સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન તેમજ ખુશીની જીવનમાં અગત્યતા મુદ્દે શ્રાવણ માસમાં રોજ નવા નવા મંદિરો સુધી સાયકલિંગ કરી એક સરખા ટીશર્ટમાં સૂત્રો પ્રિન્ટ કરીને જાગૃકતા લાવવાનું કામ કરી રહ્યા છે.

    આ કાર્ય માટે 75 થી વધુ સાયકલિસ્ટ જોડાયા છે. તેમાં રેગ્યુલર સાયકલિંગ કરતા ડોકટરો, વેપારીઓ, એન્જિનિયરો, મહિલાઓ અને બાળકો પણ જોડાયા છે. રવિવારના દિવસે મોટી સંખ્યામાં સાયકલિસ્ટ આ જાગૃકતા અભિયાનમાં જોડાયા છે. ભુજમાંથી દરરોજ અલગ અલગ શિવમંદિરોમાં સવારે 6 ક્લાકે જ્યુબિલી સર્કલથી સાયકલ યાત્રા શરૂ થાય છે અને જુદાં જુદાં શિવાલયોમાં જઈને શિવભક્તોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ તણાવમુક્ત જીવન માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

    લમ્પી રોગથી પીડાતી ગાયનું તમે પણ ઘરબેઠા આ રીતે કરી શકો છો 'દેશી ઉપચાર'

    કોરોના કાળ બાદ લોકો પોતાના જીવનમાં અનેક જાતના તણાવમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે ખાસ કરીને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા કેળવવા માટે લોકો ધ્યાન નથી આપી રહ્યા. તેવામાં આ વ્હાઈટ ઇગલ ગ્રુપના સાયકલિસ્ટ દ્વારા આત્મહત્યાથી લોકોને દુર રહેવા અને તણાવમુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે આ ગ્રુપ દ્વારા જુદી જુદી રીતે જુદાં જુદાં વિષયો પર જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે.

    આ ગ્રુપ દ્વારા ગત વર્ષે શ્રાવણ દરમિયાનછેલ્લા 15 દિવસ આ સાઇકલ યાત્રા શરૂ કરવામાં આવી હતી. જે બાદ આ વર્ષે શ્રાવણની શરૂઆતથી જ અલગ અલગ મંદિરો ફરવાનું શરૂ કર્યું છે. આ રીતે પોતાના સ્વાસ્થ્ય સાથે લોકો ભક્તિ રસમાં પણ ડૂબે છે અને જાગૃકતા પણ ફેલાવે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Cycle Yatra, Kutch, Kutch City, Kutch Samachar, Kutch tourism, Lord shiva

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन