Home /News /kutchh /

Kutch: લમ્પીથી બચાવવા ગાયોને અપાય છે ઔષધીય લાડવા; જાણો લાડવા બનાવવાની રીત

Kutch: લમ્પીથી બચાવવા ગાયોને અપાય છે ઔષધીય લાડવા; જાણો લાડવા બનાવવાની રીત

વિવિધ

વિવિધ ઔષધિઓનો ઉકાળો બનાવી તેમાંથી લાડવા બનાવવામાં આવે છે

માંડવી નગરપાલીકા તેમજ ભાજપ દ્વારા શરૂ કરાયેલ આઇસોલેશન વોર્ડ ખાતે ગાયોને તંદુરસ્ત રાખવા વિવિધ 11 ઔષધિઓથી ભરપુર લાડવા ખવડાવવામાં આવે છે

    Dhairya Gajara, Kutch: કચ્છ જિલ્લામાં લમ્પી સ્કિન ડીસીઝનો (Lumpy Skin Disease) કહેર સતત વધી રહ્યો છે. અસરગ્રસ્ત પશુઓની (Affected animals) સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તો આ રોગના કારણે મોતના (LSD Deaths) આંકડા પણ વધી રહ્યા છે.આ રોગને કાબુમાં રાખવા જિલ્લા પશુપાલન વિભાગ (Animal Husbandry Department) ઉપરાંત જિલ્લા બહારથી આવેલી પશુ ચિકિત્સકો અને નિરીક્ષકોની ટીમ દ્વારા રોજ 24 હજાર જેટલા પશુઓને રસી (Lumpy Vaccination) આપવામાં આવે છે.



    તો જિલ્લા તંત્ર ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ પણ ગાયોની સેવા કરવા આગળ આવી છે. આ રોગથી સૌથી અસરગ્રસ્ત તાલુકાઓમાંથી એક માંડવીમાં નગરપાલિકા દ્વારા આઇસોલેશન વોર્ડ (Mandvi Lumpy Isolation Ward) બનાવી ગાયોની સારવાર કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને ગાયોને ઔષધિથી ભરપુર લાડવા ખવડાવવામાં આવે છે.

    માંડવી શહેરમાં માંડવી નગરપાલિકા અને માંડવી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર મધ્યે એક આઇસોલેશન વોર્ડ તરીકે કામ કરતું ગૌમાતા સારસંભાળ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા 20 દિવસથી શરૂ થયેલા આ કેન્દ્ર ખાતે પશુ ચિકિત્સકોની હાજરીમાં લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર કરવામાં આવી રહી છે.



    આ કેન્દ્ર ખાતે દરરોજ 8 થી 10 ગાયો સારવાર અર્થે આવે છે તેમજ 2 થી 3 ગાયો દરરોજની સાજી થતાં તેને છુટ્ટી મૂકવામાં આવે છે. અહીઁ ચિકિત્સકોની 2 થી 3 ટીમ પણ પોતાની સેવા બજાવે છે, તો દવાઓના સ્ટોક માટે દાતાઓ પણ સહયોગ કરી રહ્યા છે. અહીઁ ગૌમાતાઓને લીલો ચારો, ભૂસો તો આપવામાં આવે જ છે પરંતુ અહીંની ખાસ વાત એ છે કે વિવિધ 11 જાતની આયુર્વેદિક (Ayurvedic) ઔષધીઓથી (Medicine)યુક્ત ઉકાળામાંથી લાડું બનાવીને ગાયોને આપવામાં આવે છે જેથી તેમની પરિસ્થતિમાં સુધારો આવે છે.

    આ પણ વાંચો:    આ આગેવાને લમ્પીગ્રસ્ત ગાયોને દફનાવવા માટે દાનમાં આપી કરોડોની જમીન; જાણો કોણ છે આ આગેવાન

    જામનગરના પશુ ચિકિત્સક દ્વારા અપાયેલા સૂચન મુજબ હળદર, મજીઠ, નસોતર, એલચી, ચંદન, નિર્મળી, સરસડો, નગોળ, ત્રિફળા, સારિવા અને ગળો બધું સરખી માત્રામાં નાખી ઉકાળો બનાવવામાં આવે છે. આ ઉકાળાને ઠંડુ કરી બાદમાં તેના લાડવા બનાવવામાં આવે છે જે ગાયોને આપવામાં આવતા તેમની હાલતમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. આ સારસંભાળ કેન્દ્ર ખાતે કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો દ્વારા આવા હજારો આયુર્વેદિક લાડુઓ બનાવી દર 6-8 કલાકે લમ્પીગ્રસ્ત ગાયોને (Cows) આપવામાં આવે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Ayurvedic, Cow, Cow Rescue, Kutch district, Kutch news, Lampi Virus, Mandavi

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन