corona vaccination in kutch: ભારતના સૌથી મોટા જિલ્લા કચ્છનું મોટા ભાગનું વિસ્તાર રણ પ્રદેશ છે. આવા વિસ્તારમાં રસી પહોંચાડવી ખૂબ મુશ્કેલ છે. છતાં પણ પ્રશાસનની મદદથી આજે કચ્છના હરેક ગામ અને તાલુકામાં રસીકરણ થઈ રહ્યું છે.
કચ્છમાં રસીકરણ ખૂબ સારી ઝડપથી આગળ વધે છે. રોજના આશરે ૧૫ હજાર ડોઝ આપવામાં આવે છે તે વચ્ચે કેન્દ્ર આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આજે ટ્વીટર પર કહ્યું કે, \"ભારતના સૌથી મોટા જિલ્લા કચ્છનું મોટા ભાગનું વિસ્તાર રણ પ્રદેશ છે. આવા વિસ્તારમાં રસી પહોંચાડવી ખૂબ મુશ્કેલ છે. છતાં પણ પ્રશાસનની મદદથી આજે કચ્છના હરેક ગામ અને તાલુકામાં રસીકરણ થઈ રહ્યું છે." ઉલ્લેખનીય છે કે કચ્છમાં અત્યાર સુધી કોરોનાની રસીના ૯.૧૮ લાખ અપાઇ ગયા છે.