Home /News /kutchh /

Kutch: 22 તારીખે કચ્છ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ સેનેટ સભ્યો વગર જ યોજાશે

Kutch: 22 તારીખે કચ્છ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ સેનેટ સભ્યો વગર જ યોજાશે

આગામી

આગામી 22 તારીખે યોજાનારા પદવીદાનમાં રાજ્યપાલ હાજર રહેશે

આગામી 22 જૂનના કચ્છ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાશે જેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહેશે પણ સિન્ડીકેટમાં સેનેટ સભ્યો નહીં

    Dhairya Gajara, Kutch: ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી (Krantiguru Shyamji Krishna Verma Kachchh University) લાંબા સમયથી કોઈના કોઈ મુદ્દે ચર્ચાના કેન્દ્રમાં રહેતી હોય છે ત્યારે મહત્વની વાત એ છે કે, યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ ગણાતી સિન્ડિકેટ સમિતિના સભ્યોની બેઠક છેલ્લા 2 વર્ષ કરતા વધુ સમયથી ખાલી પડી છે જેના કારણે યુનિવર્સિટીના વહીવટી અને શૈક્ષણિક નિર્ણયો (Educational decisions) માં અસર પડી રહી છે..

    જેમ સરકાર ચલાવવા માટે વ્યવસ્થિત માળખું હોય તેમ યુનિવર્સિટીનો વહીવટ ચલાવવા માટે વીસી, રજીસ્ટ્રાર, સિન્ડિકેટ સમિતિ અને સેનેટ સભ્યો હોય છે. યુનિવર્સિટી પાસે કાયમી વીસી અને રજીસ્ટ્રાર છે પણ મહત્વના નિર્ણયો લેવા માટે ઉપયોગી સિન્ડિકેટ સમિતિ (Syndicate Committee) જ નથી. સિન્ડિકેટ સમિતિમાં બે સભ્યોની નિમણુંક સરકાર દ્વારા કરવામાં આવે છે. સરકાર તેમના બે પ્રતિનિધિને સભ્ય તરીકે મૂકે છે જ્યારે બીજા સભ્યો સ્થાનિકે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે.

    સિન્ડિકેટ સમિતિની બેઠક મળે તેમાં વિવિધ નિર્ણયો લેવામાં આવતા હોય છે પણ કચ્છ યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી આ જગ્યાઓ ખાલી પડી છે. સરકાર દ્વારા સભ્યોની નિમણુંક કેમ કરવામાં નથી આવતી તેવા પ્રશ્નો પણ ઊભા થતા હોય છે. હાલમાં જ્યારે 22મી તારીખે યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે સિન્ડિકેટ સમિતિ વગર જ પદવીદાન થવા જઇ રહ્યો છે.

    કચ્છના શિક્ષણ માટે મહત્વની ગણાતી યુનિવર્સિટીમાં સભ્યોની નિમણુંક કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓના શિક્ષણને તેમજ કારકિર્દીને લઈને યોગ્ય નિર્ણયો લઈ શકાય અને આ પ્રક્રિયામાં સરકાર પણ સહયોગી બને તેવી માંગ ઉઠી રહી છે.

    કચ્છ યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સમિતિમાં છેલ્લાં 2 વર્ષથી બે સિન્ડિકેટની કમી છે. જેના માટે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ તેમજ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા પણ અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે. છેલ્લા લાંબા સમયથી માંગ કરવામાં આવી છે છતાં પણ સરકાર દ્વારા કે યુનિવર્સિટી દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવામાં નથી આવ્યા.

    કોઈ નિરાકરણ આવ્યું નથી. જો સિન્ડિકેટ સમિતિ હોત તો કચ્છ યુનિવર્સિટીના પદવીદાનની ચાલુ વર્ષે 4 તારીખો બદલાઈ તે ન બદલાઈ હોત અને શિક્ષણ તેમજ વહીવટને લગતા વિવિધ પ્રશ્નોનો ઉકેલ બેઠકમાં લાવી શકાયો હોત ત્યારે હવે આ મુદ્દે ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી બની ગયું છે..

    આ પણ વાંચો: કચ્છ યુનિવર્સિટી અર્થશાસ્ત્ર વિભાગનું સંશોધન પત્ર પ્રતિષ્ઠિત અમેરિકી યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરાયું

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં યુનિવર્સિટીમાં એબીવીપી (ABVP) ના કાર્યકર્તાઓએ સેનેટની ચૂંટણી મુદ્દે હોબાળો કર્યા બાદ પ્રોફેસર પર શાહી ફેંકવામાં આવી હતી જેથી તે સમયે ચૂંટણી રદ કરવામાં આવી પણ ત્યારબાદ સેનેટની ચૂંટણી બીજી વખત યોજી શકાઇ જ નથી. શાહીકાંડ બાદ 4 વર્ષથી સેનેટની ચૂંટણી નથી થઈ.

    સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સિન્ડિકેટના 2 સરકારી સભ્યોની જગ્યા ખાલી હોવાથી આ મુદ્દે સરકારમાં રજુઆત કરી આ જગ્યા સત્વરે ભરવામાં આવે તેવી માંગણી પણ કરવામા આવી છે. આ ટર્મ ને તો હવે માત્ર થોડોક જ સમય બાકી છે ત્યારે આવતી ટર્મ થી સરકાર દ્વારા 2 સિન્ડિકેટ સભ્યોની નિમણુંક કરવામાં આવે તેવી આશા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Education News, Kutch City, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन