Home /News /kutchh /Kutch: તમારા પશુમાં લમ્પી વાયરસનાં લક્ષણો જણાય તો આ નંબર પર કરો સંપર્ક

Kutch: તમારા પશુમાં લમ્પી વાયરસનાં લક્ષણો જણાય તો આ નંબર પર કરો સંપર્ક

પશુપાલન શાખાને પણ સરહદ ડેરી દ્વારા 32.50 હજાર ડોઝ આપવામાં આવ્યા

સરહદ ડેરી દ્વારા ગામની દૂધ ડેરીઓ મારફત પશુપાલકો માટે રસીના 1 લાખ ડોઝ મંગાવી અને પશુઓને આપવામાં આવી રહ્યા છે

  Kutch: કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી સરહદ ડેરી (Sarhad Dairy Kutch) દ્વારા પ્રવર્તમાન પશુઓમાં ખાસ કરીને ગાય વર્ગમાં આવેલ લંમ્પી વાયરસ (Lumpy skin disease)માં ડેરી દ્વારા પશુઓની સારવાર અને રસીકરણ (Vaccination)ની કામગીરી જોરસોરમાં ચાલુ છે. જેમાં ગામે ગામ પશુઓના કેમ્પ કરી અને કામગીરી કરવામાં આવે છે. તેમજ સાથો સાથ સરકારી પશુ ડૉક્ટર સાથે તેમજ પાંજરાપોળ વગેરેમાં પણ સારવાર કરવામાં આવે છે. હાલમાં સરહદ ડેરી દ્વારા 5 પશુ ચિકિત્સક તેમજ 7 લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર દ્વારા કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત ડેરી દ્વારા પશુઓના ઘરગથ્થુ ઉપચાર (Home remedies)માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનું સિરપ ઉપરાંત હોમીઓપેથિક ઉપચાર (Homeopathic treatment) માટે દવાઓ, વિટામિન વગેરે મંગાવી અને વિતરણ કરવામાં આવી રહી છે.

  આ બાબતે ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે લંમ્પી રોગના કારણે પશુઓમાં આવેલ રોગચાળાના કારણે દૂધમાં થોડોક ઘટાડો આવેલ છે તેમજ લંમ્પી વાયરસના કારણે તજગ્નોંના જણાવ્યા અનુશાર કોઈ દૂધ પીવાથી કોઈ નુકશાન નથી પરંતુ ઉકાળીને પીવું જોઈએ. તેમજ હાલમાં પશુપાલકોએ પશુઓનું ખરીદ વેચાણ કરવું હિતાવહ ન હોઇ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું પાલન કરી પશુઓનું ખરીદ અને વેચાણ ન કરવું જોઈએ. તેમજ કોઈપણ પશુપાલકને રસીકરણ તેમજ સારવારની જરૂરિયાત હોય તો તાત્કાલિક સરહદ ડેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

  અસરગ્રસ્ત પશુઓને સારવાર:

  ઉપર જણાવેલ રોગના ચિહ્નો જો આપના પશુઑમાં જોવા મળે તો આપની મંડળીના સંપર્કમાં રહીને દૂધ સંઘના
  ચિલીગ સેન્ટર પર આવેલ ડોક્ટરનો તેમજ સરહદ સહાયતા કેન્દ્રના આપેલ નંબર પર 07961343610 પર સંપર્ક કરવો.

  લમ્પી સ્કીન-ગાંઠદાર ચામડીનો રોગ અંગે માહિતી અને સાવધાની

  લમ્પી સ્કીન-ગાંઠદાર ચામડીનો રોગ દૂધાળા પશુઓમાં કેપ્રી પોક્સ નામના વાયરસથી થતો ચેપી રોગ છે.આ રોગનો ફેલાવો મચ્છર, માખી અને ઈતરડી દ્વારા એક પશુથી બીજા પશુમાં ફેલાય છે.ચેપગ્રસ્ત પશુને ઘણી વખત બેથી ત્રણ અઠવાડીયા સુધી નીચે મુજબના ચિહ્નો જોવા મળે છે. આ રોગમાં પશુનો મૃત્યુદર ઘણો ઓછો હોય છે પરંતુ ચેપી રોગ હોવાથી ઝડપથી ફેલાય છે તેથી સાવધાની રાખવી જરૂરી છે.

  રોગનો ચિહ્નો:

  - આ રોગમાં બે થી ત્રણ દિવસ થી તાવ આવે છે.
  - પશુના શરીર ઉપર કઠણ ગોળ (2 થી 5 સે.મી) આકારની ગાંઠો ઉપસી આવે છે, જે ચામડીમાં તથા ઘણી વખત સ્નાયુ સુધી ઊંડી ફેલાયેલ હોય છે ગાંઠોમાં ઘણી વખત રસી થાય છે અને ચાંદા પણ થાય છે.
  - અસરગ્રસ્ત પશુના મોઢામાં,ગળાની અંદરના ભાગમાં લસિકા ગ્રંથિમાં અને પગમાં સોજો જોવા મળે છે.
  - અસરગ્રસ્ત પશુમાં દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. કોઈકવાર ગાભણ પશુ તરવાઇ જાય છે અને ગંભીર રીતે બીમાર પશુનું મૃત્યુ પણ થાય છે.

  Kutch: કચ્છમાં જ કેમ માનસિક દિવ્યાંગની સંખ્યા વધારે છે? આ છે કારણ, આ સંસ્થા તેમના માટે કરે છે અદભૂત કામ

  રોગ અટકાવવાના ઉપાયો:

  - અસરગ્રસ્ત પશુઓને ખોરાક-પાણી અલગ રાખવું, અસરગ્રસ્ત પશુઓને ચરવા લઇ જવા માટે ટાળવું.
  - મચ્છર,માખી અને ઇતરડીનો ઉપદ્રવ ઓછો કરવા માટે યોગ્ય દવાનો છંટકાવ કરવો.
  - પશુઑને રોગ પ્રતિકારક શકિત વધારવા માટે મિનરલ મિક્ષ્ચર ખવડાવવું.
  - પશુઑને કડવા લીમડાના પાનનો સવાર સાંજ ધુમાડો કરવો.
  - અસરગ્રસ્ત પશુઓને કડવો લીમડો નાખી ગરમ પાણી કરી દિવસમાં ત્રણ વાર ધમરાવવું

  ઘરગથ્થુ ઉપચાર:
  નાગરવેલ ના પાન 10 નંગ, કાળામરી 10 ગ્રામ, જીરું 10 ગ્રામ, હળદર 10 ગ્રામ, ગોળ 50 થી 100 ગ્રામ લેવું.

  મિશ્રણ બનાવવાની રીત:
  ઉપરોક્ત તમામ વસ્તુનો પાવડર કરી ગોળ સાથે મિશ્રણ કરી નાના નાના લાડવા બનાવી પશુઓને દિવસ માં બે-થી ત્રણ વખત ખવડાવવા (મિશ્રણ એક પુખ્ત વયના પશુ માટે છે) આ ઉપચાર એક થી બે અઠવાડીયા સુધી કરવો.

  બાહ્ય ઉપચાર:
  લીમડાના પાન 10 નંગ. મહેંદીના પાન 10 ગ્રામ, કુંવારપાઠું 1 પાન, હળદર 20 ગ્રામ લસણ 10 ક્ળી, કોપરેલ/સરસીયુ તેલ 50થી 100 ગ્રામ મિશ્રણ બનાવવાની રીત:ઉપરોક્ત વસ્તુઓનું મિશ્રણ ગરમ કરીને ઠંડુ પડ્યા બાદ હાથના મોજા પહેરીને પશુના શરીર પર દિવસમાં એક વાર લગાવવું. તે ઉપરાંત લીમડાના પાન અને ફટકડીનું મિશ્રણ કરી નવશેકા પાણીથી દિવસમાં બેથી ત્રણ વખત નવડાવવું.

  સરહદ ડેરી દ્વારા ગામની દૂધ ડેરીઓ મારફત પશુપાલકો માટે રસીના 1 લાખ ડોઝ મંગાવી અને પશુઓને આપવામાં આવી રહ્યા છે તેમજ જિલ્લા પંચાયત પશુપાલન શાખાને પણ સરહદ ડેરી દ્વારા 32.50 હજાર ડોઝ આપવામાં આવ્યા છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन