Home /News /kutchh /

Kutch: ભુજમાં અમીરોને મફત ટેન્કર આપ્યાના આક્ષેપ સાથે કોંગ્રેસે કરી પાલિકાને તાળાબંધી

Kutch: ભુજમાં અમીરોને મફત ટેન્કર આપ્યાના આક્ષેપ સાથે કોંગ્રેસે કરી પાલિકાને તાળાબંધી

પોલીસે

પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટક કરી હતી

શહેરોમાં પણ પાણી માટે ડખા થઈ રહ્યા છે. છેલ્લા લાંબા સમયથી નગરપાલિકાની (Bhuj Nagarpalika) ટેન્કર વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા થતા પાલિકાએ છેવટે ટેન્કરને સર્વે માટે એકભાવ કર્યા હતા.

    Kutch: ઉનાળો (Kutch Summer) શરૂ થતાં જ કચ્છમાં પાણી (Kutch Water Issues) માટે ડખા શરૂ થતાં હોય છે. ગામડાની વાત તો દૂર રહી પણ હવે તો શહેરોમાં પણ પાણી માટે ડખા થઈ રહ્યા છે. છેલ્લા લાંબા સમયથી નગરપાલિકાની (Bhuj Nagarpalika) ટેન્કર વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા થતા પાલિકાએ છેવટે ટેન્કરને સર્વે માટે એકભાવ કર્યા હતા. પણ શુક્રવારે કોંગ્રેસના કાર્યકરો (Bhuj Congress) દ્વારા ટોકન ચાર્જ ભર્યા વગર પાલિકા પ્રમુખની સૂચનાથી પાંચ ટેન્કર મોકલાયા હોવાના વિડિયો વાયરલ કર્યા બાદ મામલો ફરી પાછો બિચક્યો હતો. તો આજે શનિવારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા નગરપાલિકાને તાળાબંધી કરી પ્રમુખના રાજીનામાની (Bhuj Nagarpalika President Resignation) માંગ કરી હતી.

    ભુજ નગરપાલિકા દ્વારા ચાલતી ટેન્કર વ્યવસ્થા માટે લોકો પાસેથી રૂ. 100 ટોકન રૂપે ઉઘરાવી તેમને પાણી પહોંચાડવામાં આવ્યું હતું પણ નગરસેવકોને મળતાં મફત ટેન્કરના નામે ભ્રષ્ટાચાર થતું હોવાના આક્ષેપો બાદ પાલિકાએ ટેન્કરના ભાવ વધારી સર્વે માટે રૂ. 200 કર્યા હતા. જેનો વિરોધ ગત સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.

    તો પાલિકા પ્રમુખના કહ્યા મુજબ મફતમાં ટેન્કર આપવાના બંધ થયા બાદ શુક્રવારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોઈ પ્રકારના રોકાણ ચાર્જ વગર મોકલેલા પાંચ ટેન્કરની પહોંચ મેળવી હતી. તો કેમેરા પર ટેન્કર ઇન્ચાર્જ દ્વારા પણ કબૂલ કરવામાં આવ્યું હતું કે તે ટેન્કર પ્રમુખની સૂચનાથી મોકલાયા છે, જે બાદ નગરપાલિકાની બેધારી નીતિ પર અનેક પ્રશ્નો ઉભા થયા હતા.

    તો શનિવારે આ બેધારી નીતિના વિરોધમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભુજ નગરપાલિકા કચેરીમાં વિરોધ પ્રદર્શન યોજાયો હતો. તો નગરપાલિકાના મુખ્ય ગેટને તાળામારી વિરોધ દર્શાવ્યો હતો. ગરીબો પાસેથી પૈસા ઉઘરાવી પોતાના મળતિયાઓને મફતમાં પાણી આપવામાં આક્ષેપ સાથે કોંગ્રેસ કાર્યકરોએ પાલિકા પ્રમુખના રાજીનામાની માંગ કરી હતી પણ પ્રમુખ પાલિકામાં હાજર ન હોતાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવાયું હતું.

    આ પણ વાંચો:Kutch: બાળપણમાં પિતાથી છુપાઈને વણાટકામ શીખ્યું, આજે હસ્તકળા વડે પર્યાવરણ બચાવે છે આ કચ્છી મહિલા

    તો બીજી તરફ પાલિકા કચેરીની અંદર ઉગ્ર આંદોલનમાં પોલીસે દખલઅંદાજી કરી સર્વે કોંગ્રેસ કાર્યકરોની ટીંગાટોળી કરી અટક કરી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર