કચ્છ: જિલ્લામાં ઠંડીનો જોર દિવસે ને દિવસે વધી રહ્યો છે તેવામાં એસટી બસોના મુસાફરો માટે નવી સમસ્યા ઊભી થઈ છે. રાત્રી દરમિયાન એસ.ટી. બસોમાં પ્રવાસ કરનાર મુસાફરોને બસોમાં બારીઓના કાચ નહોતા ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે પરિવહનના પોર્ટલ પર મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી હતી. આ મુદ્દે એસટીની વિભાગીય કચેરી દ્વારા ખાસ drive યોજી રાત્રી સમયની 200 ની બારીઓમાં નવા કાચ લગાડી તેમજ જરૂરી સુધારા કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.