કચ્છ : એક તરફ વરસાદથી ભુજ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ સફાઈના અભાવથી શહેરમાં ચારેય તરફ ગંદકીએ પગ પસર્યા છે. મહિને 45 લાખ રૂપિયા સફાઈ કોન્ટ્રાક્ટર ને આપ્યા છતાં સમગ્ર શહેરમાં ગંદકીથી લોકો પરેશાન થયા છે. ક્યાંક નિયમિત સફાઈ કામદારો આવતા નથી તો ક્યાંક કચરો ઉપાડવાની ગાડી નિયમિત પહોંચતી નથી. આ ગંદકીના સામ્રાજ્યમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોએ પણ લોકોને પરેશાન કર્યા છે. ભુજ નગરપાલિકા દ્વારા સફાઇ માટે નવા ટેન્ડર ખોલાયા છે અને અગાઉથી ઓછા ખર્ચે કોન્ટ્રાક્ટ આપવાની આશા સાથે આવનાર થોડા દિવસોમાં સફાઈ નિયમિત રીતે શરૂ કરવાની ખાતરી અપાઈ હતી.