Home /News /kutchh /Kutch: કચ્છની પોલીસની કામગીરીથી પ્રેરણા લેવા છત્તીસગઢ પોલીસ કચ્છ પહોંચી!

Kutch: કચ્છની પોલીસની કામગીરીથી પ્રેરણા લેવા છત્તીસગઢ પોલીસ કચ્છ પહોંચી!

X
પૂર્વ

પૂર્વ કચ્છના વિવિધ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

હાલ પૂર્વ કચ્છ પહોંચી છે. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત છત્તીસગઢ પોલીસના 15 અધિકારીઓ હાલ પૂર્વ કચ્છના વિવિધ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ રહ્યા છે

    Dhairya Gajara, Kutch: વિસ્તારની દૃષ્ટિએ ભારતના સૌથી મોટા જિલ્લા કચ્છના કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગ કર્યા છતાંય એક પોલીસ અધિક્ષક પાસે સુરક્ષા પૂરી પાડવા ખૂબ મોટો વિસ્તાર રહે છે. છતાં પણ પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છ પોલીસ પોતાની મહેનત થકી સમગ્ર કચ્છ જિલ્લામાં કાયદો વ્યવસ્થા સાચવે છે. આવા કઠિન પ્રદેશમાં પોલીસની કામગીરી જાણવા છત્તીસગઢ પોલીસ ખાસ કચ્છની મુલાકાતે આવી છે અને પૂર્વ કચ્છ પોલીસની કામગીરીથી માહિતગાર થઈ રહ્યા છે.

    એક બાજુ પંચરંગી શહેર ગાંધીધામ તો બીજી બાજુ સમગ્ર જિલ્લાથી અલગ પાડતા ખડીર બેટને સુરક્ષા પૂરી પાડતી પૂર્વ કચ્છ પોલીસ અને કથીનાઈઓ સામે પણ પોતાની જવાબદારી બખૂબી નિભાવે છે. આ જ કામગીરીને જોવા છત્તીસગઢ પોલીસના 15 જવાનો હાલ બોર્ડર રેન્જના જિલ્લાઓમાં 20 દિવસ માટે આવી છે.



    હાલ પૂર્વ કચ્છ પહોંચી છે. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત છત્તીસગઢ પોલીસના 15 અધિકારીઓ હાલ પૂર્વ કચ્છના વિવિધ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ રહ્યા છે અને પોલીસની કામગીરી ઉપરાંત અહીંની સંસ્કૃતિથી પણ પરિચિત થઈ રહ્યા છે.

    ગુજરાત પોલીસ દ્વારા પોલીસ રેકોર્ડ, એફ.આઇ.આર., લોકઅપ, ટ્રાફિક, ડીટેકશન જેવી જુદી જુદી કામગીરી કઈ રીતે કરવામાં આવે છે તેની જાણકારી મેળવી હતી. તો તે સાથે જ પોલીસ વિભાગના લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની પણ વિશેષ મુલાકાત લઈ છત્તીસગઢ પોલીસ તેમની કામગીરી વિશે માહિતગાર થઈ હતી.
    First published:

    Tags: Kutch, Local 18, પોલીસ