Home /News /kutchh /કચ્છનો પ્રાગમહેલ બન્યો કેવી રીતે, કેવી છે અજાયબી, જોણો કોણ કરશે રિસર્ચ

કચ્છનો પ્રાગમહેલ બન્યો કેવી રીતે, કેવી છે અજાયબી, જોણો કોણ કરશે રિસર્ચ

X
વિદ્યાર્થીઓએ

વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પ્રદર્શન યોજ્યું

કચ્છના પ્રાગ મહેલ અને અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી વચ્ચે ત્રણ વર્ષના કરાર થયા છે. આ કરાર હેઠળ અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ પોતાના પહેલા સેમેસ્ટરમાં કચ્છના પ્રાગ મહેલ તેમજ અન્ય ઐતિહાસિક ઇમારતો પર અભ્યાસ કરશે.

    Dhairya Gajara, Kutch: કચ્છની જાહોજલાલીના કારણે રાજાશાહી સમયથી અહીંના મહેલો અને અન્ય ઇમારતો બાંધકામની દ્રષ્ટીએ અતિ મહત્વ ધરાવે છે. કચ્છના મોટાભાગના મહેલો તેમજ અન્ય ઇમારતો જે તે સમયે વિદેશી કારીગરો દ્વારા બનાવવામાં આવ્યા હતા અને એ કારીગરીનું સાચું મૂલ્ય સમજવા દેશમાં આર્કિટેક્ચર યુનિવર્સિટીઓમાં અગ્રેસર નામ ધરાવતી સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ હવે કચ્છની ઇમારતોનું અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે.

    કચ્છના રાજવી પરિવાર દ્વારા સંચાલિત પ્રાગ મહેલ અને અમદાવાદની પ્રખ્યાત સેપ્ટ (સેન્ટર ફોર એનવાયર્નમેન્ટ એન્ડ પ્લાનિંગ) યુનિવર્સિટી દ્વારા છ મહિના અગાઉ જ એક કોલેબ્રેશન કરવામાં આવ્યું હતું. આગામી ત્રણ વર્ષ માત્ર સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કચ્છ આવી પ્રાગ મહેલ તેમજ કચ્છની અન્ય પ્રાચીન ઇમારતોનો અભ્યાસ કરશે.

    પ્રાગ મહેલ સહિત અનેક ઈમારતોનું નિરીક્ષણ કર્યું

    ત્રણ વર્ષ માટે કરાયેલા આ કરાર હેઠળ ચાલુ વર્ષે પ્રથમ વખત વિદ્યાર્થીઓ કચ્છ આવ્યા હતા. પ્રાગ મહેલ ઉપરાંત ભુજના નાગર ખાના, ઓલ્ફ્રેડ હાઇસ્કુલ, કચ્છ મ્યુઝિયમ સહિતની પ્રાચીન ઇમારતોની મુલાકાત લીધી હતી. અનુસ્નાતક કક્ષાના કંઝરવેશન એન્ડ રીજનરેશન ઓફ આર્કિટેક્ચર અને આર્કિટેક્ચરલ હિસ્ટરી એન્ડ રિસર્ચ વિષયના વિદ્યાર્થીઓએ કચ્છની આ ઇમારતોનું નિરીક્ષણ કર્યું હતું.તેના ઇતિહાસ અને તેમના બાંધકામ વિશે માહિતી મેળવી પોતાની ડિગ્રીનું પહેલું સેમેસ્ટર પૂરું કર્યું હતું.

    બે દિવસીય પ્રદર્શન પણ યોજાયું

    કચ્છની ઇમારતો પરનો અભ્યાસ પૂર્ણ થય બાદ પ્રાગ મહેલ ખાતે તેમના અભ્યાસ વિશે બે દિવસીય પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું,જેમાં કચ્છ રાજવી પરિવારના મહારાણી પ્રીતિ દેવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભુજના યુવાનો તેમજ વૃદ્ધોએ પણ આ પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રાચીન ઈમારતોની નજીકથી ઓળખી મેળવી હતી. આગામી સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓ કચ્છના રાજવી પરિવારની પરનો અભ્યાસ કરશે.

    રાજાશાહી સમયના બાંધકામ કરતા કચ્છનું બાંધકામ સૌથી જટિલ

    પ્રાગ મહેલના કંઝરવેશન આર્કિટેક્ટ શ્રાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મહારાણી પ્રીતિદેવીની ઈચ્છા હતી કે, આપણી જે પ્રાચીન ધરોહર છે, તેની જાળવણી થાય અને તે વાતને અમે આગળ લઈ જઈ તે માટે સેપ્ટ યુનિવર્સિટી સાથે કરાર કર્યું છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં જાણ્યું હતું કે, ગુજરાતના અન્ય રાજાશાહી સમયના બાંધકામ કરતા કચ્છનું બાંધકામ સૌથી જટિલ છે. આ પહેલ થકી દરબારગઢને અભ્યાસ માટેનો મુખ્ય કેન્દ્ર બનાવવાનો અમારો પ્રયાસ છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Bhuj News, Local 18, Research, Students

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन