Home /News /kutchh /

Kutch: જાહેરસભામાં નુપુર શર્માને સમર્થન આપવું પડ્યું મોંઘુ; રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

Kutch: જાહેરસભામાં નુપુર શર્માને સમર્થન આપવું પડ્યું મોંઘુ; રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પ્રવક્તા મેહુલસિંહ 

ભુજ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રવક્તા દ્વારા જુલુર શર્માને સમર્થન આપવાની વાત કહેવાતા વિવાદ ઉઠ્યો હતો જે બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી.

    Dhairya Gajara, Kutch: ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના (Nupur Sharma) નિવેદન મુદ્દે વિશ્વભરમાં રાજકારણ ગરમ થયું છે ત્યારે કચ્છમાં આ મુદ્દે ફરી એક નવો વિવાદ ઉઠ્યો છે. રવિવારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના (Rashtriya Rajput Karni Sena) દ્વારા યોજાયેલ જાહેરસભામાં સંગઠનના પ્રવક્તાએ નુપુર શર્માને સમર્થન આપવાની વાત કહેતા વિવાદ ઉઠ્યો હતો. તો મુસ્લિમ સંગઠન અને ઓલ ઇન્ડિયા મજલીસ એ ઉત્તેહાદુલ મુસ્લિમીન (All India Majlis e Ittehadul Muslimeen) પાર્ટી દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને રજૂઆત કરવામાં આવતા આખરે પોલીસે આ મુદ્દે ગુનો નોંધ્યો છે.

    રવિવારે ભુજના હિલ ગાર્ડન ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા એકતા મહારેલી અને મહાસભા યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો આ રેલીમાં હાજર હતા ત્યારે સભામાં એક પ્રવક્તાના નિવેદનના કારણે ફરી એક વખત નુપુર શર્મા મુદ્દે વિવાદ ઉપાડ્યો હતો. સંગઠનના પ્રવક્તા મેહુલસિંહ દ્વારા જાહેર મંચ પર નિવેદન આપવામાં આવ્યું હતું કે નુપુર શર્માએ કંઈ ખોટું નથી બોલ્યું અને કરણી સેના તેમને સમર્થન આપે છે.

    આ પણ વાંચો: ભુજનું ઐતિહાસિક દેશળસર તળાવ વર્ષો બાદ અંતે સંપૂર્ણ રીતે સાફ થશે

    એક બાજુ કચ્છમાં પ્રથમ વખત આવેલા અસદુદ્દીન ઓવૈસીની સભા ચાલી હતી ત્યાં બીજી તરફ આ સભામાં આવી વિવાદિત ટીપ્પણી થતાં માહોલ ગરમાયો હતો. કચ્છી મુસ્લિમ હિતરક્ષક સમિતિ અને ઓલ ઇન્ડિયા મજલીસ એ ઉત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને આ મુદ્દે ગુનો નોંધવા રજૂઆત કરવામાં આવી હતી જે બાદ પોલીસે મેહુલસિંહ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી હતી.પોલીસે મેહુલસિંહ વિરુદ્ધ 153A અંતર્ગત શાંતિભંગનો ગુનો દાખલ કર્યો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Karni sena, Kutch, Kutch City, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन