Home /News /kutchh /Kutch News: જવાનોએ યોગ ગરબાની બોલાવી રમઝટ, બે ઘડી આ વીડિયો જોઇને મોજ પડી જશે!

Kutch News: જવાનોએ યોગ ગરબાની બોલાવી રમઝટ, બે ઘડી આ વીડિયો જોઇને મોજ પડી જશે!

X
ગરબાના

ગરબાના તાલ પર બીએસએફ જવાનોએ કર્યા યોગાસન

ભારતની બે પ્રાચીન પદ્ધતિ યોગ અને ગરબાનું સમન્વય કરી સુરતના એનિષ રંગરેઝ દ્વારા યોગ ગરબાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો વર્કશોપ કચ્છમાં બીએસએફ જવાનો માટે યોજવામાં આવ્યો હતો

    Dhairya Gajara, Kutch: ભારતનું પ્રાચીન યોગાસન આજે વિશ્વભરમાં શારીરિક સ્વસ્થતા જાળવવા પ્રચલિત બન્યું છે. તો ગુજરાતના ગરબા પણ મનોરંજન સાથે શારીરિક કસરત રૂપે મદદગાર થાય છે. તો સુરતના એનિષ રંગરેઝ દ્વારા યોગ અને ગરબાનું સમન્વય કરી લોકોને શારીરિક અને માનસિક ફાયદાઓ થાય તે પ્રકારના યોગગરબાનું નિર્માણ કર્યું છે. સુરતથી શરૂ થયેલું યોગ ગરબા ભારત પાકિસ્તાનની આંતરાષ્ટ્રીય સરહદ સુધી પહોંચ્યું છે. બીએસએફના જવાનોએ પણ આ યોગગરબા કરી એક નવી ઉર્જાનું અનુભવ કર્યું હતું.

    ભારતની બન્ને પ્રાચીન પદ્ધતિ યોગ અને ગરબાનું મિશ્રણ એટલે યોગગરબા. યોગગરબાથી લોકોને અનેક શારીરિક ફાયદા થાય છે. યોગગરબા થકી શરીર તંદુરસ્ત રહે છે, બ્લડનું સર્ક્યુલેશન સારું થાય છે, સ્નાયુઓ મજબૂત થાય છે, શરીર ફ્લેક્સિબલ બને છે તો સાથે જ માનસિક તણાવથી પણ મુક્તિ મળે છે. તો ગરબાના તાલ પર કરેલા યોગ થકી એકાગ્રતા વધે છે, હકારાત્મક વિચારોમાં વધારો થાય છે તો સર્જનાત્મકતા પણ વધે છે.


    ભુજ ખાતે સીમા સુરક્ષા બળના એક બટાલિયન ખાતે યોગ ગરબાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બીએસએફ જવાનોએ ભાગ લઈ યોગગરબા કરી એક નવો અનુભવ મેળવ્યો હતો. જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને યોગગરબાનો આનંદ માણ્યો હતો. પરિવારથી દૂર રહેતા આ જવાનોને આ યોગ ગરબા થકી એક મનોરંજન તો મળે જ છે પરંતુ તેની સાથે શારીરિક કસરત થાય છે અને માનસિક તણાવ પણ દૂર થાય છે.
    First published:

    Tags: Kutch, Local 18, Soldiers