Home /News /kutchh /Kutch: સરહદની સુરક્ષાની સાથે BSFના જવાનો કરી રહ્યાં છે ખાસ કામ, જાણીને નવાઇ લાગશે!

Kutch: સરહદની સુરક્ષાની સાથે BSFના જવાનો કરી રહ્યાં છે ખાસ કામ, જાણીને નવાઇ લાગશે!

X
સેવાકીય

સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી

સરહદી ગામડાઓ અને ત્યાંની શાળાઓને બીએસએફ દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત જરૂરી સાધન સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું

    Dhairya Gajara, Kutch: ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ તરીકે ચોવીસે કલાક ખડેપગે તૈનાત રહી દેશની સુરક્ષા કરતી બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા સીમાની રખવાળી સાથે સરહદી વિસ્તારમાં આવતા ગામોમાં સેવાકીય કાર્યો પણ હાથ ધરવામાં આવે છે. આવા જ એક સેવાકીય કાર્યમાં સીમા સુરક્ષા બળના 3 બટાલિયન દ્વારા હાજીપીર ખાતે સિવિક એક્શન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. હાજીપીર, નરા, ગોરેવાલી, ધોરડો, મીઠડી અને નાના ભિટારા ગામને અનેક જરૂરી કીટનું વિતરણ બીએસએફ ડી.આઇ.જી. ભુજ અનંત સિંહના હસ્તે કરવામાં આવ્યું હતું.

    કચ્છની કાળઝાળ ગરમી અને હાડ થીજાવતી ઠંડીમાં પણ આ વિશાળ જિલ્લાની વિશાળ સરહદની રખવાળી કરતી સીમા સુરક્ષા બળના 3 બટાલિયન દ્વારા સરહદી ગામો અને ત્યાંની શાળાઓના વિકાસ માટે જરૂરી સાધન સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરહદી ગામડાઓના લોકોના મનમાં સુરક્ષાની ભાવના જગાડવા બીએસએફ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.



    કચ્છના સરહદી વિસ્તારમાં આવતા હાજીપીર, નરા, ગોરેવાલી, ધોરડો, મીઠડી અને નાના ભિટારા જેવા ગામના સરપંચ ઉપરાંત ત્યાંની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો પણ હાજર રહ્યા હતા. દરેક ગામને જરૂરી સાધનો ઉપરાંત શાળાઓમાં બાળકો માટે સ્ટેશનારી સામાન, રમત ગમતનું સમાન, આર.ઓ. ટેન્ક અને કમ્પ્યુટર સેટનું પણ વિતરણ કર્યું હતું. તો બીએસએફ ડીઆઈજી અનંત સિંહ દ્વારા બાળકોને ચોકલેટ આપી તેમના ચહેરા પર ખુશી લાવી હતી.

    આ પ્રસંગે ડીઆઈજી એ જણાવ્યું હતું કે સીમા સુરક્ષા બળના દરેક બટાલિયન દ્વારા હર વર્ષે પોતાના કરી વિસ્તારમાં આ પ્રકારનું સિવિક એક્શન પ્રોગ્રામમાં આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ થકી ગામના પ્રતિનિધિઓ અને બીએસએફ વચ્ચે મેલમિલાપનો માહોલ બને છે. આ પ્રસંગે 3 બટાલિયનના કમાન્ડન્ટ જી.આર. સિંહ અને અન્ય જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
    First published:

    Tags: Kutch, Local 18

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો