Home /News /kutchh /

Kutch: 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવાની અપીલ સાથે BSF જવાનોએ યોજી ત્રિરંગા સાથે માર્ચ

Kutch: 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવાની અપીલ સાથે BSF જવાનોએ યોજી ત્રિરંગા સાથે માર્ચ

બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ ત્રિરંગા સાથે વોકેથોન યોજી

દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે ઘરે ઘરે ત્રિરંગો લહેરાવવામાં આવે તેના માટે ગાંધીધામ ખાતે બીએસએફના જવાનો દ્વારા ત્રિરંગા સાથે પદયાત્રા યોજી લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.

  Dhairya Gajara, Kutch: અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદી મળ્યાના 75 વર્ષની ઉજવણી (India Independence Day Celebration) માટે દેશભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે આ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ને (Azadi Ka Amrit Mahotsav) ઉજવવા કેન્દ્ર સરકાર (Government of India) દ્વારા પણ 'હર ઘર તિરંગા' અભિયાન (Har Ghar Tiranga campaign) શરૂ કરવામાં આવ્યું છે.  ત્યારે દેશની સીમા પર દિવસ રાત ખડેપગે ઊભા રહી આપણી સુરક્ષા કરતા સૈન્ય જવાનોએ પણ લોકોને આ પર્વ મુદ્દે જાગૃત કરવાની શરૂઆત કરી છે. કચ્છના ગાંધીધામ ખાતે સીમા સુરક્ષા બળના (Border Security Force) જવાનોએ ત્રિરંગા સાથે પદયાત્રા કરી લોકોને આ અભિયાનમાં જોડાવવાનો સંદેશો આપ્યો હતો.  ભારતમાં 200 વર્ષના અંગ્રેજ શાસનનો જ્યારે અંત આવ્યો ત્યારે દેશની પ્રગતિના એક નવા સૂરજનો ઉદય થયો હતો. આવનારી 15મી ઓગષ્ટના જ્યારે આઝાદીના એ પળને 75 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે સમગ્ર ભારત દેશભક્તિના રંગમાં ડૂબી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ હર ઘર તિરંગા અભિયાન શરૂ કરી સમગ્ર દેશવાસીઓને પોતાના ઘરે તેમજ ઓફિસે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવાઅપીલ કરાઇ છે.  આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ 12 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી લોકોને પોતાના ઘર પર તિરંગો લહેરાવવા અપીલ કરવામાં આવી છે તો લોકોને પોતાના સોશ્યલ મીડિયાના ડિસ્પ્લે પિકચર પર પણ તિરંગો લગાડવા અપીલ કરાઇ છે જેનો દેશભરમાંથી જોશભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. તો સાથે જ લોકોને સહેલાઈથી તિરંગો મળી રહે તે માટે ઠેરઠેર વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.  આ અભિયાન અંતર્ગત આજે સોમવારે પૂર્વ કચ્છના મુખ્ય મથક ગાંધીધામ (Gandhidham) ખાતે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો દ્વારા ત્રિરંગા સાથે વોકેથોન યોજી લોકોમાં જાગૃકતા ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો. બીએસએફની ત્રીજી બટાલિયનના ત્રણ ઓફિસર, 12 એસ.ઓ. સહિત કુલ 67 જવાનોએ શહેરના રોટરી સર્કલથી હીરાલાલ ચોક સુધી હાથમાં ત્રિરંગા સાથે પાંચ કિલોમીટરની પદયાત્રા કરવામાં આવી હતી.

  આ પણ વાંચો:   લોકોને માત્ર આકાશ દર્શન નહીં પરંતુ અંતરિક્ષ તરફ પ્રેરે છે કચ્છની Star Gazing Club

  આ અભિયાન દ્વારા દરેક લોકોને ભારતનો રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગો પોતાના ઘરે લાવી દેશની આઝાદીને 76મો વર્ષ શરૂ થવાની પ્રેરણા જવાનોએ આપી હતી. આ તકે બીએસએફના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, "આ પહેલ પાછળનો ઉદ્દેશ્ય લોકોના હૃદયમાં દેશભક્તિ જગાડવાનો હતો. સાથે જ લોકો આપના રાષ્ટ્રઘ્વજ વિશે વધુને વધુ માહિતગાર થાય તે અમારો પ્રયાસ છે"
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: 75 years of independence, Aazadi ka amrut mahotsav, BSF, Kutch news, National Flag

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन