Home /News /kutchh /

Kutch: BSF દ્વારા સીમા પર પાકિસ્તાની જવાનોને મીઠાઈ આપી સ્વાતંત્ર્ય પર્વની કરાઇ ઉજવણી

Kutch: BSF દ્વારા સીમા પર પાકિસ્તાની જવાનોને મીઠાઈ આપી સ્વાતંત્ર્ય પર્વની કરાઇ ઉજવણી

ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આપી મીઠાઈઓ

દેશભરમાં જ્યારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે બીએસએફના જવાનોએ પરંપરા મુજબ પાકિસ્તાની જવાનો સાથે મીઠાઈની આપ લે કરી શુભેચ્છાઓ પાઠવી હતી

    Dhairya Gajara, Kutch: આજે ભારતની આઝાદીને 75 વર્ષ (Independence Day 2022) પૂર્ણ થતાં દેશભરમાં હર્ષોલ્લાસથી ઉજવણી થઈ રહી છે. હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga) થકી દેશના દરેક શહેર અને ગામડા ત્રિરંગે રંગાઈ ગયા છે. તો દેશની ચોવીસે કલાક ખડેપગે સુરક્ષા કરતા સીમા પરના જવાનોએ પણ ત્યારે પાડોશી દેશ સાથે ઉજવણી કરી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભારતની સીમા સુરક્ષા બળના (Border Security Force) જવાનોએ પાકિસ્તાની જવાનો (Pakistani Rangers) સાથે મીઠાઈની આપ-લે કરી હતી.



    15મી ઓગસ્ટ 2022ના રોજ ભારતના 76માં સ્વતંત્રતા દિવસના શુભ અવસરે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા આજે ​​ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદ અને રાજસ્થાનના બાડમેર જિલ્લા પર પાકિસ્તાની રેન્જર્સને મીઠાઈઓ અર્પણ કરવામાં આવી હતી. તો સરહદની બન્ને કોરના રક્ષક દળોએ એકબીજાને આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી.

    BSF ગુજરાત ફ્રન્ટિયર અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે મીઠાઈઓ અને શુભેચ્છાઓનું આદાન પ્રદાન ગુજરાતના ભુજ અને બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદો પર થયું હતું. તો સાથે જ ગુજરાત ફ્રન્ટિયર દ્વારા રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ICP મુનાબાઓ, ગદરા, કેલનોર, સોમરાર અને વર્નાહર ખાતે થયું હતું.



    ઉલ્લેખનીય છે કે ગઈકાલે 14 ઓગસ્ટના જ્યારે પાકિસ્તાન પોતાનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો હતો ત્યારે ભારતીય જવાનોએ પણ મીઠાઈ આપી પાકિસ્તાની જવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

    આ પ્રસંગે બીએસએફના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય તહેવારો પર મીઠાઈઓ અને શુભેચ્છાઓની આપલે કરવી, પરસ્પર સંવાદિતા વધારે છે અને ભારત અને પાકિસ્તાનના બન્ને સરહદીય રક્ષક દળો વચ્ચે આત્મવિશ્વાસ નિર્માણના પગલાનો એક ભાગ છે.

    આ પણ વાંચો:  ત્રિરંગે રંગાયું કચ્છનું રોગાન; કારીગરે ત્રિરંગે ટ્રી ઓફ લાઇફની આકૃતિ બનાવી

    તો સાથે જ બીએસએફ કેમ્પસ ગાંધીનગર અને ગુજરાત ફ્રન્ટિયરની બોર્ડર આઉટ પોસ્ટ ખાતે ભારતના 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના આઈ.જી. જી.એસ. મલિકે અધિકારીઓ અને જવાનોની હાજરીમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને તમામ સીમા પ્રહરીઓ અને તેમના પરિવારના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી. તો ફ્રન્ટિયરના તમામ હેડક્વાર્ટર ખાતે જવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સરહદ પરના જવાનોએ પોતપોતાના કર્તવ્યના સ્થળે રાષ્ટ્રીય પર્વની ઉજવણી પૂરા ઉત્સાહ સાથે કરી હતી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: 75 years of independence, 75th Independence Day, Aazadi ka amrut mahotsav, Border, BSF, India Pakistan Border, Kutch, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन