Home /News /kutchh /Kutch: પ્રજા સાથે સારા સંબંધ બનાવવા સીમા સુરક્ષા બળ દ્વારા સરહદીય ગામોમાં જરૂરી વસ્તુઓનું વિતરણ

Kutch: પ્રજા સાથે સારા સંબંધ બનાવવા સીમા સુરક્ષા બળ દ્વારા સરહદીય ગામોમાં જરૂરી વસ્તુઓનું વિતરણ

કાર્યક્રમ

ભારતીય સેના (Indian army) માત્ર સરહદની (border) સેના નહીં પણ નાગરિકોનું એક આધાર સ્થમભ છે તેમાં કોઈ બેમત નથી અને આ વખતોવખત આપણી સેનાએ પુરવાર કર્યું છે.

કચ્છ: ભારતીય સેના (Indian army) માત્ર સરહદની (border) સેના નહીં પણ નાગરિકોનું એક આધાર સ્થમભ છે તેમાં કોઈ બેમત નથી અને આ વખતોવખત આપણી સેનાએ પુરવાર કર્યું છે પછી તે કુદરતી આફતો હોય કે અન્ય કોઈ આફત. શનિવારે કચ્છના (kutch) એક સરહદીય ગામડામાં (border village) સીમા સુરક્ષા દળના (border security force) જવાનો દ્વારા રહેવાસીઓને જરરી ચીજ વસ્તુઓ ભેટ આપી ફરી એક વખત આ વાત સાબિત કરી હતી.

શનિવારે સીમા સુરક્ષા દળના જવાનોએ નખત્રાણા તાલુકાના નાના ભીટારા, મોટા ભીટારા અને ઉધામો ગામના લોકો અને શાળાના બાળકોને જરૂરી વસ્તુઓનું વિતરણ કર્યું હતું. બીએસએફ 3 બટાલિયન દ્વારા ગામના લોકોને અનાજ, કઠોળ, તેલ વગેરે રાશન ઉપરાંત પુસ્તકો, માસ્ક, સેનીટાઈઝર, વગેરેનું પણ વિતરણ કર્યું હતું.

લોકોમાં સંરક્ષણ દળો તરફ વિશ્વાસ વધે તેમજ સહકાર અને પરસ્પર તાલમેલ કેળવવા સમાજ સેવાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 3 બટાલિયન બીએસએફના કમાન્ડન્ટ જી. આર. સિંહના હસ્તે ગ્રામજનો અને બાળકોને જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ નાના ભીટારા, ધોરડો, ગોરેવલી, હાજીપીર, નરા અને જુમરા જેવા સરહદીય ગામોના સરપંચો પણ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: સુરત: આયાએ આઠ મહિનાના ભૂલકાને હવામાં ઉછાળ્યો, તમાચા માર્યા, પલંગ પર પટક્યો

આ પ્રસંગે બીએસએફના 3 બટાલિયનના એક ઉછ અધિકારીએ કહ્યું હતું કે સિમા સુરક્ષા બળ ભવિષ્યમાં આવા પ્રયાસો ચાલુ રાખવાની ખાતરી આપે છે અને માનવતા અને રાષ્ટ્રની સેવા માટે પણ પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે કચ્છ સરહદી જિલ્લા સાથે વિશાળ જિલ્લો હોતાં, સરહદીય ગામડાઓમાં પ્રજા સાથે સેનાના સંબંધ સારા હોવા મહત્વના છે. અને સંવેદનશીલ વિસ્તાર હોતા આ જિલ્લામાં કેન્દ્રીય સંરક્ષણની દરેક પાંખ હાજર છે. અને વર્ષોથી કચ્છમાં હાજર રહેલી આ સેનાઓ સીમા પર રહીને દેશની સુરક્ષા સાથે અનેક વખત લોકોને મદદરૂપ બની છે.
First published:

Tags: Border Security Force, Kutch, કચ્છ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો