Home /News /kutchh /કચ્છ પાસેની આંતરાષ્ટ્રીય સરહદ પર બીએસએફના મેગા ઓપરેશનથી યાદ આવે છે બોર્ડર ફિલ્મના દૃશ્યો

કચ્છ પાસેની આંતરાષ્ટ્રીય સરહદ પર બીએસએફના મેગા ઓપરેશનથી યાદ આવે છે બોર્ડર ફિલ્મના દૃશ્યો

X
ઓપરેશન

ઓપરેશન બાદની તસવીર

ભારતીય જલ સીમામાં મોટી સંખ્યામાં પાકિસ્તાની માછીમારો ઘૂસી આવ્યાની માહિતી બાદ બીએસએફ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં 6 માછીમારો 11 બોટ સાથે ઝડપાયા હતા ત્યારે આ સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

કચ્છ: બુધવારે સીમા સુરક્ષા બળને (Border Security Force) કચ્છ પાસે આવેલા સિર ક્રીક વિસ્તારમાં (Sir Creek) હરામી નાળામાં (Harami Nala) પાકિસ્તાની માછીમારો (Pakistani fishermen) ઘૂસી આવ્યાની માહિતી મળ્યા બાદ તેમને પકડી પાડવાનો મેગા ઓપરેશન (BSF Mega Operation) શરૂ કરાયો હતો. આ ઓપરેશનમાં બીએસએફ સાથે એર ફોર્સની (Indian Air Force) ભૂમિકા મહત્વની રહી હતી. કોઈ ફિલ્મના દૃશ્યો જેવા આ મેગા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધી 11 પાકિસ્તાની બોટ અને 6 પાકિસ્તાની માછીમારો પકડાયા છે.

બુધવારે સીમા સુરક્ષા બળને એયુવી રડાર પર જાણવા મળ્યું હતું કે 11 પાકિસ્તાની બોટમાં 50 જેટલા માછીમારો ભારત પાકિસ્તાન આંતરાષ્ટ્રીય સરહદ પર આવેલા હરામી નાળામાં ભારતની જળ સીમાની અંદર ઘુસી આવ્યા હતા. આ માહિતી મળતા જ બીએસએફ દ્વારા આ માછીમારોને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

બીએસએફ દ્વારા આ સર્ચ ઓપરેશનમાં એર ફોર્સની મદદ માગવામાં આવી હતી પણ રાતનું સમય હોતાં એર ફોર્સના વિમાન મદદે આવી શક્યા ન હતા પણ સવાર થતા જ એર ફોર્સ દ્વારા હેલિકોપ્ટર હરામી નાળા પહોંચાડવામાં આવ્યા હતા જેની મદદથી બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન આગળ વધારવામાં આવ્યું હતું.

આ દિલધડક ઓપરેશનમાં બે બીએસએફની અને એક આર્મીની ટીમ જોડાઈ હતી. રાત થતાં જ તેઓ ચેરિયાના જંગલો અને કાદવમાં છુપાઈ ગયા હતા અને સવાર થતાં જ એરફોર્સની મદદથી આજે તેમને ઝડપી લેવાયા હતા. આ બધા માછીમારો સેનાને જોઈને પરત પાકિસ્તાન તરફ ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ સરહદથી માત્ર ત્રણ કિલોમીટર પહેલા જ આ પાકિસ્તાની માછીમારોને પકડી પાડયા હતા.

બીએસએફના આઇ.જી. જ્ઞાનેશ્વર સિંહ મલિકે આ મુદ્દે જણાવ્યું હતું કે જવાનો એર ફોર્સના હેલિકોપ્ટરમાંથી લટકીને મધદરિયે ઉતર્યા હતા પણ માછીમારોની દોડવાની હતી ઝડપી હોતાં તેઓ પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ કરી જવાની શક્યતા હતા જેથી કમાન્ડર રાજીંદર સિંહ દ્વારા બર્સ્ટ ફાયર કરવામાં આવ્યું જે કારણે ત્રણ માછીમારો છુપાઈ ગયા હતા અને ત્રણને પકડી લેવાયા હતાં, જ્યારે કે અન્ય 25 જેટલા માછીમારો નાસી છૂટયા હતા.

આ પણ વાંચો: સુરત crime news: શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર બે યુવકોએ ચપ્પા વડે કર્યો હુમલો

આ ઓપરેશનની કહાણી કોઈ ફિલ્મ સ્ટોરી જેવી જ છે. બોર્ડર ફિલ્મની જેમ જવાનો માત્ર સવાર થવાની રાહ જોઈ થયા હતા જેથી એર ફોર્સ તેમની મદદે પહોંચી શકે અને સૂરજની પહેલી કિરણ સાથે જ બધી સંરક્ષણ પાંખોએ ઓપરેશન પાર પાડ્યું હતું. તો બીજી તરફ દરિયામાં પણ બીએસએફ અને આર્મીના જવાનો હવામાંથી દોરી વડે દરિયામાં ઉતર્યા હતા અને ભાગતા માછીમારોને રોકવા માટે હવામાં ફાયરિંગ પણ કરી હતી. થોડા મહિનાઓ અગાઉ જ લખપત પાસે દરખડ પર દેશની દરેક સંરક્ષણ પાંખ દ્વારા સાથે મળી સાગર શક્તિ નામની મોક ડ્રીલ હાથ ધરાઇ હતી અને હવે તે યુદ્ધ કવાયત સાક્ષાત કરી દેખાડી હતી.

ઉલ્લેખનીય છે કે કચ્છના દરિયામાં તેમજ વિસ્તારમાં સારી ગુણવત્તાવાળી તેમ જ મોટા પ્રમાણમાં માછલીઓ હોવાથી પાકિસ્તાની માછીમારો માછલીઓની લાલચમાં અવારનવાર ભારતીય સીમામાં ઘૂસી આવતા હોય છે. આ ઓપરેશનમાં બીએસએફ, આર્મી અને એર ફોર્સે મુખ્ય ભૂમિકા ભજવી હતી જ્યારે કે કોસ્ટ ગાર્ડ અને પોલીસ દ્વારા પણ નાકાબંધી કરી ઓપરેશનને ટેકો અપાયો હતો. આ રીતે સરહદી સંરક્ષણની દરેક પાંખ ઉપરાંત કચ્છ પોલીસ દ્વારા પણ આ ઓપરેશનમાં ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો: સુરતઃ લગ્નના એક વર્ષમાં જ યુવકે બેંક લોનના હપ્તા ન ભરી શકતા આત્મહત્યા કરી

આ અંગે વધુ માહિતી આપતા બીએસએફના આઈજી જી.એસ.મલિકે જણાવ્યું હતું કે, તમામ 11 પાકિસ્તાની બોટમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ નથી મળી, માછીમારી કરવાની જાળ, આઇસ બોક્સ, આઈસ અને કપડાં તેમજ થોડું ઘણું અનાજ મળી આવ્યું છે. આ ઉપરાંત હજુ પણ આ ઓપરેશન બે દિવસ માટે શરૂ રહેશે. બીએસએફના કમાન્ડો દ્વારા હાલમાં હજુ પણ આ કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે તેમ જ આગામી પકડાયેલા પાકિસ્તાની નાગરિકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તમામ નાસી છૂટવાના રસ્તાઓ પર કમાન્ડો દ્વારા હાલમાં આ કોમ્બિંગ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
First published:

Tags: Border Security Force, Kutch, કચ્છ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો