Home /News /kutchh /Kutch: કચ્છમાં જીત બાદ કાર્યકરોએ કેવી રીતે કરી ઉજવણી, જુઓ વીડિયો

Kutch: કચ્છમાં જીત બાદ કાર્યકરોએ કેવી રીતે કરી ઉજવણી, જુઓ વીડિયો

X
જીત

જીત બાદ મોટી સંખ્યામાં કાર્યકરોએ વધાવ્યા

અબડાસાના ધારાસભ્ય અને માંડવી ધારાસભ્ય વીરેન્દ્રસિંહે રાપર પર જીત હાંસલ કરી કચ્છને ભગવામય બનાવ્યું

    Dhairya Gajara, Kutch: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ સાથે આજે રાજ્યના આગામી પાંચ વર્ષનો ભાવિ નક્કી કરાયું છે. કચ્છની છ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવતા પક્ષમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કચ્છના બન્ને ક્ષત્રિય આગેવાનોને ફરીથી ટિકિટ આપી બન્ને આગેવાનોએ કચ્છના બન્ને ખૂણાની અબડાસા અને રાપર વિધાનસભા પર જીત હાંસલ કરી હતી.

    લોકોની વચ્ચે રહેતા અને જમીનથી જોડાયેલા એવા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પર ભાજપે ફરી વિશ્વાસ મૂકી અબડાસાની ટીકીટ આપી હતી. તો બીજી તરફ માંડવી મુન્દ્રા વિધાનસભા બેઠકના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને તેમના મૂળ વતન વાગડ એટલે રાપર બેઠક પર ટિકિટ આપવામાં આવી હતી. બંને બેઠકો પર ભારે રસાકસી બાદ અંતિમ સમયે સારી લીડ મળતા બન્ને બેઠક પર ક્ષત્રિય ઉમેદવારો વિજયી થયા હતા.

    રાપર બેઠક પર વિરેન્દ્રસિંહ જાડેજા સામે ત્યાંના જ સ્થાનિક અને કોંગ્રેસ ધારાસભ્યના પતિ ભચુભાઈ આરેઠિયા એક મજબૂત હરીફ હતા. શરૂઆતથી જ બન્ને લોકો વચ્ચે ચાલતી રસાકસીમાં અંતે ભચુભાઈને 66,384 મત મળ્યા હતા તો વીરેન્દ્રસિંહને માત્ર 577 મતની લીડ સાથે 66,961 મત મળ્યા હતા. કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી રાપર બેઠક પર વિરેન્દ્રસિંહ થકી ફરી ભગવો લહેરાતા ખુશી છવાઈ હતી. તો તેમના સમર્થકોએ પણ ઢોલના તાલે તેમનું સ્વાગત કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા.

    બીજી તરફ અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજાએ 9431 મતની લીડથી કુલ 80,195 વોટ મેળવ્યા હતા. કોંગ્રેસના મજબૂત નેતા મામદ જુંગ જત સામે મત ગણતરીના છેલ્લા સાત રાઉન્ડમાં સારી લીડ મેળવતા તેમની જીત થઈ હતી. ભુજમાં મત ગણતરી કેન્દ્ર બહાર જ મોટી સંખ્યામાં તેમના સમર્થકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા તો ફૂલોની વરસાદ કરી \"પી.એમ. પી.એમ.\" તેમજ \"દેખો દેખો કૌન આયા... અબડાસા કા શેર આયા\"ના નારા લાગ્યા હતા.
    First published:

    Tags: Kutch, Local 18, ગુજરાત ચૂંટણી

    विज्ञापन
    विज्ञापन