Home /News /kutchh /

Kutch: વાગડમાંથી વિક્રમી માત્રામાં પકડાયો ચરસ ગાંજાનો જથ્થો

Kutch: વાગડમાંથી વિક્રમી માત્રામાં પકડાયો ચરસ ગાંજાનો જથ્થો

પોલીસે

પોલીસે આરોપી પાસેથી રૂ. 12 લાખથી વધાતેનો માદક પદાર્થનો જથ્થો પકડી પાડયો

કચ્છના વાગડ વિસ્તારમાંથી રૂ. 12 લાખથી વધારેનો માદક પદાર્થોનો જથ્થો પકડી એક આરોપી સહિત માદક પદાર્થ મોકલનાર બિહાર અને રાજસ્થાનના લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો.

    Dhairya Gajara, Kutch: રાપર તાલુકાના (Rapar Kutch) નિલપર ગામેથી ચરસ (Hashish) ગાંજા (Cannabis) અને પોષડોડાના (Poppy Straw) જથ્થા સાથે પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (East Kutch LCB) પોલીસે માદક પદાર્થનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો જપ્ત કર્યો હતો. નિલપર ગામના વાડી વિસ્તારમાંથી પોલીસે એક ઈસમને પકડી પાડયો હતો તો સાથે જ માદક પદાર્થો મોકલનાર અન્ય ચાર લોકો વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસને (East Kutch Police) દરોડામાં રૂ. 12 લાખથી વધુનો માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.

    પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમી મુજબ પોલીસે નિલપર ખાતે આવેલા ખુબડી માતાના મંદિર પાસે વાડી વિસ્તારના એક રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. આરોપી અરજણ કુંભાભાઇ મકવાણાના ઘરમાંથી પોલીસને 6.509 કિલોગ્રામ ચરસ, 23.587 કિલોગ્રામ ગાંજો અને 400 ગ્રામ પોષડોડા મળી આવ્યા હતા. રુ. 9,76,350ની કિંમતનો ચરસ, રુ. 2,35,870ની કિંમતનો ગાંજો અને રૂ. 1200ના પોષડોડા મળી કુલ રૂ. 12,13,420નો માદક પદાર્થનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો.

    તો માદક પદાર્થ સાથે જ પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ બે એલ્યુમિનિયમના ડબ્બા, એક સ્ટીલની પેટી, બે વજન કાંટા અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. 12,21,720નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    આ ગુનામાં પકડાયેલ આરોપી પાસેથી ગાંજો આપનાર બિહારના દંપતી અને ચરસ આપનારા રાજસ્થાનના શખ્સનું નામ પણ ખુલ્યું હતું. પોલીસે ફરિયાદમાં રાધા, કુણાલ ઉર્ફે સુથાનસિંહ, રાજસ્થાનના સામુલીધરાના દાની કાકા અને રાજસ્થાનના બાંસવાડાના રાજુબાબાના નામ પણ ઉમેર્યા છે. ઉલ્લેખનીય છે કે વાગડ વિસ્તારમાં પ્રથમ વખત છ કિલોથી વધુ ચરસ અને ગાંજાનો જથ્થો મળી આવ્યો છે.

    રેન્જ આઈજી જે આર મોથાલીયા અને ઇન્ચાર્જ પૂર્વ કચ્છ પોલીસ વડા મુકેશ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઇ એમ એન રાણા પીએસઆઇ ડી. આર ગઢવી તથા એલસીબી નો સ્ટાફ જોડાયો હતો.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन