Home /News /kutchh /Bhuj: નોકરીના નામે મહિલા સાથે 40 હજારની ઓનલાઇન ઠગાઈ, આ રીતે ચીટરોઓ કરી છેતરપિંડી

Bhuj: નોકરીના નામે મહિલા સાથે 40 હજારની ઓનલાઇન ઠગાઈ, આ રીતે ચીટરોઓ કરી છેતરપિંડી

(તસવીર - shutterstock)

હાલ ઓનલાઈન ઠગાઇના કિસ્સા વધી રહ્યા છે ત્યારે બેરોજગાર યુવાનોને નોકરીના નામે ઠગવાની ઘટનાઓ વધી છે

કચ્છ: ભુજ શહેરની એક મહિલાને નોકરી આપવાના નામે ફોન કરી રૂ. 40 હજારની ઓનલાઇન ઠગાઈ થયા હોવાનો ગુનો બહાર આવ્યો છે. મહિલાને નોકરી આપવાના નામે મામૂલી રકમ ભરવાનું કહી બે વખત રૂપિયાનો ઉપાડ કરી લેવામાં આવ્યો હતો.

ભારતમાં દિવસે ને દિવસે સ્માર્ટફોન અને કમ્પ્યુટર વપરાશકર્તાઓ વધી રહ્યા છે. ડિજિટલ યુગમાં આ વપરાશકર્તાઓમાં વધારો દેશના ભવિષ્ય માટે એક સારો સંકેત છે પણ સાથે જ આ લોકોમાં ડિજિટલ દુનિયાના પૂરતા જ્ઞાનનો અભાવ છે અને તેનો જ ફાયદો ઉપાડી અનેક અપરાધીઓ છેતરપિંડી કરતા હોય છે.

ફોન આવેલ તે નંબર પર મહિલાને આ વિશે જણાવતાં તેણે ભૂલથી વધારે રકમ આવી ગયા હોવાનું કહી રિફંડ માટે ફરીથી લિંક પર વિગતો ભરવા કહ્યું. રિફંડ માટે ફરીથી વિગતો ભરી OTP નાખ્યા બાદ એક સાથે રૂ. 30,000 ઉપડી ગયા હતા અને ત્યાર બાદ તે મહિલા દ્વારા ફોન બંધ કરી દેવાયો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: સાબરમતી નદીમાં કેમિકલનું પાણી છોડાયું, લોકોનાં સ્વાસ્થ્ય સાથે કેટલાં ચેડાં

દેશમાં બેરોજગાર યુવાનોની સંખ્યા મોટી માત્રામાં છે ત્યારે સારો પગાર અને હોદ્દો આપતી નોકરી માટે અધીરા લોકો કંઈ સમજ્યા વિચાર્યા વગર અજાણી વ્યક્તિ પર ભરોસો કરી પોતાની નાણાકીય માહિતી આપી દેતા હોય છે. અને હાલમાં આ પ્રકારના નોકરીની લાલચ આપી ઓનલાઇન ઠગાઇના કિસ્સા પણ વધ્યા છે. નોકરીના નામે ઓનલાઇન ઠગાઈમાં ચીટરો ખાસ પ્રકારની મોડસ ઓપરેન્ડી, એટલે કે ગુનો આચરવાની રીત, વાપરતા હોય છે.

ભુજના બનાવમાં મહિલાને વેબસાઈટ પર નાની રકમ ચૂકવવી પડશે તેવું દેખાડી મોટી રકમ ઉપાડી લેવાઈ હતી. આવી અનેક ફ્રોડ વેબસાઈટમાં દર્શાવેલ માહિતી ખોટી નાખી આપણી અંગત અને નાણાકીય માહિતી ચોરવા ઉપરાંત વધારે રૂપિયા ઉપાડી લેવા જેવી ચીટિંગ થતી હોય છે. આવી વેબસાઈટ પર ખોટા લોગો અને ફોટા મૂકી લોકોને વેબસાઈટ પર ભરોસો આવે તેવી રીતે તૈયાર કરાય છે. હાલમાં વેબસાઈટ બનાવવા કોઈ પણ પ્રકારનો ખર્ચ લાગતો નથી ત્યારે ચીટરો મનફાવે તેવી વેબસાઈટ બનાવી ઠગાઈ આચરતા હોય છે.

આ પણ વાંચો: મોરબીઃ ટાઈલ્સ કંપનીના ક્વાર્ટરમાં 13 વર્ષના સગીરે કર્યો આપઘાત, કારણ અકબંધ

ઈમેલ વડે નોકરી આપવાના ખોટા દાવમાં જો લોકો ધ્યાન રાખે તો સહેલાઇથી ઠગાતા બચી શકે છે. આવા મેલ મોકલતા લોકો કંપનીના નામે gmail અને અન્ય મફત ઈમેલ સેવાઓમાંથી મફત વપરાશ કરતા હોય છે જેનું ઈમેલ એડ્રેસમાં કંપનીના નામ બાદ @ પછી ઈમેલ સેવા કંપનીનું નામ હોય છે. કોઈ પણ પ્રતિષ્ઠિત કંપની પોતાના ડોમેન નેમ વાળી જ ઈમેલ એડ્રેસ વાપરતા હોય છે જેમાં @ બાદ જે તે કંપનીનું નામ હોય છે.
First published:

Tags: Cyber fraud, Online fraud

विज्ञापन