કચ્છના (Kutch) મુખ્યમથક ભુજમાં છેલ્લા અનેક વર્ષોથી વોકળા ફળિયામાં ગરબીનુ (Vokla Faliya) આયોજન થઈ રહ્યું છે. એ. વાય. ભટ્ટીના કીબોર્ડથી છેડાતા સંગીતના સૂર અને તાલ પર ગરબે ઘૂમવા ખેલૈયાઓ દૂર દૂર થી આવે છે અને વહેલી સવાર સુધી ગરબે ઘૂમે છે. આ વર્ષે ભટ્ટી સાહેબની તબિયત નાદુરસ્ત હોતાં ગરબી મંડળ દ્વારા બે બાળકોને ટ્રેનિંગ આપી તૈયાર કરાયા છે.