Home /News /kutchh /G20 in Kutch: ભુજનું સ્મૃતિ વન રોશનીથી ઝળહળી ઊઠયું, આવો નજારો ભાગ્યે જ જોવા મળશે!

G20 in Kutch: ભુજનું સ્મૃતિ વન રોશનીથી ઝળહળી ઊઠયું, આવો નજારો ભાગ્યે જ જોવા મળશે!

X
રોશનીથી

રોશનીથી સ્મૃતિ વન ઝળહળી ઉઠ્યું

અંતિમ દિવસે વિદાય લેતા પહેલા G20ના ડેલીગેટ્સને ભુજમાં આવેલા ભારતના એકમાત્ર ભૂકંપ મ્યુઝિયમની મુલાકાતે લઈ જવામાં આવશે

    Dhairya Gajara, Kutch: પહેલી વખત કચ્છમાં G20 જેવી આંતરાષ્ટ્રીય કક્ષાની બેઠક યોજાવાની હોતાં સમગ્ર જિલ્લો G20ના રંગે રંગાઈ રહ્યું છે અને વિદેશી મહેમાનોને આવકારવા સૌ સજ્જ થઈ રહ્યા છે. તો કચ્છમાં જ આવેલો દેશનો એકમાત્ર ભૂકંપ મ્યુઝિયમ પણ G20ના ડેલીગેટ્સને આવકારવા તૈયાર થઈ રહ્યું છે. અસંખ્ય લાઈટો થકી શણગારવામાં આવેલું સ્મૃતિ વન રાતના અંધકારમાં ઝળહળી ઉઠે છે.

    ફેબ્રુઆરી મહિનાની તારીખ 7, 8 અને 9ના યોજાનારી G20 સમૂહની બેઠક આમ તો કચ્છના સફેદ રણ ખાતે યોજાનારી છે. પરંતુ 9 તારીખે ધોળાવીરા સાઈટ સીઇંગ બાદ તારીખ 10ના સૌ ડેલી ગેટ્સ કચ્છની વિદાય લે તે પહેલા તેમના માટે સ્મૃતિ વનની વિઝિટનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દેશનો પહેલો અને એકમાત્ર ભૂકંપ મ્યુઝિયમ સ્મૃતિ વન 2001માં કચ્છ પર ત્રાટકેલા એ ગોઝારા ભૂકંપની યાદમાં બનાવવામાં આવ્યું છે. પ્રવાસન મુદ્દે ચર્ચા કરવા કચ્છમાં મળનારી આ સમીટમાં સ્મૃતિ વન નિહાળી પૂરો વિશ્વ કચ્છની એ આપદાને કઈ રીતે અવસરમાં બદલાયું છે તેનો સાક્ષી બનશે.


    આ પ્રસંગે 80થી વધારે ડેલીગેટ્સ 175 એકરમાં નિર્માણ પામેલા આ ભવ્ય મ્યુઝિયમમાં ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ તેમજ ભૂકંપ પાછળનું વિજ્ઞાન જાણશે. સાથે જ ભૂકંપ બાદના કચ્છની સાફલ્યગાથાઓ નિહાળી અર્થક્વેક સિમ્યુલેટર થકી એ ગોઝારા ભૂકંપની અનુભૂતિ પણ મેળવશે.

    વિશ્વના વિવિધ દેશોથી આવતા આ G20 ડેલીગેટ્સને આવકારવા સ્મૃતિ વન રોશનીથી ઝળહળી ઊઠયો છે. મિયવાકી વનની લાઈટ સાથે સનસેટ પોઇન્ટ સુધીના માર્ગને પણ રોશનીથી શણગારવામાં આવ્યું છે. ત્યારે જ ભુજિયા ડુંગર ઉપર આવેલા ગઢમાં પણ લાઈટ વડે જ G20નો લોગો બનાવવામાં આવતા એક અદ્ભુત આકાશી નજારો નિર્માણ પામ્યું છે.
    First published:

    Tags: Kutch, Local 18