Home /News /kutchh /

Kutch: ટ્રાન્સફોર્મરમાંથી સીધું જોડાણ લેનાર ઝડપાયા; PGVCL દ્વારા રૂ. 1.07 કરોડની વીજચોરી પકડવામાં આવી

Kutch: ટ્રાન્સફોર્મરમાંથી સીધું જોડાણ લેનાર ઝડપાયા; PGVCL દ્વારા રૂ. 1.07 કરોડની વીજચોરી પકડવામાં આવી

એક

એક જ દિવસમાં વીજ તંત્રએ રૂ. 1.07 કરોડની વીજચોરી પકડી પાડી

પીજીવીસીએલ દ્વારા ભુજ ડિવિઝન અંતર્ગતના બે સબ-ડિવિઝન ખાતે વીજચોરી પકડવા ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં કુકમા મધ્યે એક કિસ્સામાં ટ્રાન્સફોર્મરમાંથી સીધું વીજ જોડાણ લઈ ચોરી કરવામાં આવી રહી હતી.

    Dhairya Gajara, Kutch: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા વખતોવખત વીજ ચોરી (Electricity Theft) કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે ફરી એક વખત કોર્પોરેટ વિજિલન્સ ડ્રાઇવ (PGVCL Corporate Vigilance Drive) અંતર્ગત ભુજ સર્કલ કચેરી (PGVCL Bhuj Division) દ્વારા વીજચોરી ઝડપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂ. એક કરોડથી વધારેની વીજ ચોરી પકડી વીજ તંત્રએ સપાટો બોલાવ્યો છે. તો ટ્રાન્સફોર્મરમાંથી સીધું જોડાણ લઈ વીજ ચોરી કરનારને પણ લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

    રાજકોટથી આવેલી વિજિલન્સની ટીમો દ્વારા ભુજ ડિવિઝન અંતર્ગતના ખાવડા સબ-ડિવિઝન અને કુકમા સબ-ડિવિઝનમાં વીજ ચોરી માટે તપાસ હાથ ધરી હતી. કુલ 31 ટીમો દ્વારા 286 સ્થળો પર તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 23 સ્થળો પર વીજળીની ચોરી કરતી હોવાનું જણાયું હતું. સીધા વીજ જોડાણ, મીટર સીલ સાથે ચેડાં કરવા, ડિસ્પ્લે બાળી નાખવું વગેરે ગેરકાયદેસર કૃત્યો કરી વીજ ચોરી કરતા લોકો વિરુદ્ધ પી.જી.વી.સી.એલ. દ્વારા કુલ રૂ. 1.07 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

    બન્ને સબ-ડિવિઝન અંતર્ગત ખાવડા સબ-ડિવિઝનમાં સૌથી વધારે 16 સ્થળો પર વીજ ચોરી પકડાઈ હતી જેમાં રૂ. 6.06 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ કુકમામાં સાત સ્થળો પરથી જ 1.01 કરોડની ચોરી પકડાઈ હતી. તો કુકમાના એક સ્થળ પરથી જ વીજ તંત્રએ રૂ. 60 લાખથી વધારેનો દંડ ફટકાર્યો હતો.

    કુકમા સબ ડિવિઝન વિસ્તારમાંથી પકડાયેલ સૌથી મોટીચોરીમાં મીટરના બન્ને તરફથી કેબલ કાપીને ટ્રાન્સફોર્મરમાંથી સીંધુ જોડાણ લેવામાં આવ્યું હતું, જેમાંથી કુલ 110 કિલોવોટ જેટલું વીજ વપરાશ થઈ રહ્યું હતું. આ પ્રકારની વીજ ચોરી ખૂબ નીડરતા પૂર્વક કરાઈ હોવાનું પીજીવીસીએલ અધિકારીએ જણાવ્યું હતું.

    તો પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરે લોકોને અપીલ કરી હતી કે વીજળીનો ઉત્પાદન ખૂબ ખર્ચાળ હોતાં તેનો કરકસર પૂર્વક વપરાશ કરે અને પ્રમાણિક રીતે તેનો વેરો પણ ભરે જેથી અન્ય વેરો ભારત લોકો પર તેનો બોજ ન પડે.
    First published:

    Tags: PGVCL, કચ્છ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन