Home /News /kutchh /Kutch: ગુજરાતના આ શહેરમાં થાય છે એક ખિલ્લીની પુજા, કારણ જાણીને નવાઇ લાગશે!

Kutch: ગુજરાતના આ શહેરમાં થાય છે એક ખિલ્લીની પુજા, કારણ જાણીને નવાઇ લાગશે!

X
પોતાના

પોતાના જન્મદિવસની જેમ લોકો ઉજવે છે શહેરની સ્થાપના દિવસ

475 વર્ષ પહેલાં શહેરની સ્થાપના સમયે ખોડાયેલી પહેલી ખિલ્લીની ચાર સદીઓ સુધી રાજવીઓ દ્વારા પૂજા કરાયા બાદ હવે 75 વર્ષથી નગરપતિ કરે છે પૂજા

    Dhairya Gajara, Kutch: કચ્છ આજે વિશ્વફલક પર નામના ધરાવે છે ત્યારે આ પ્રદેશના ઇતિહાસનો સદાબહાર સાક્ષી હોય એ છે ભુજ શહેર. 474 વર્ષ પહેલાં સ્થપાયેલ આ શહેર રાજાશાહી સમયે કચ્છની રાજધાની હતી તો આઝાદી બાદ હવે લોકશાહીમાં જિલ્લાનું પાટનગર પણ છે. આજે ભુજના 475 સ્થાપના દિવસ નિમિતે પારંપરિક ખીલ્લી પૂજન સાથે કેક કાપી લોકોએ ઉજવણી કરતા એટલું ચોક્કસથી કહી શકાય કે 475 વર્ષે પણ આ શહેર હજુ યુવાન છે.

    રાવ ખેંગારજી પહેલાએ વિક્રમ સંવત 1605 માગસર સુદ-પાંચમના દિવસે ભુજિયા ડુંગરના ખોળે ભુજ શહેરની સ્થાપના કરી હતી. રાજપાઠ માટે સૌપ્રથમ દરબાર ગઢની સ્થાપના સમયે ખોડાયેલી પહેલી ખીલ્લીની પૂજા કરવાની પરંપરા રાજપરિવારમાં શરૂ થઈ હતી. ચાર સદીઓ સુધી કચ્છના વિવિધ રાજવીઓએ સ્થાપના દિવસ નિમિતે આ ખીલ્લીની પૂજા કરી તો લોકશાહી શરૂ થયા બાદ શહેરના પ્રથમ નાગરિક એવા ભુજમાં નગરપતિના ભાગે આ પરંપરા આગળ ધપાવવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો હતો. ત્યારથી આજ સુધી ભુજના વિવિધ નગરપતિએ આ ખીલ્લીની પૂજા કરી પરંપરાને આગળ ધપાવી છે.

    ''અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠીબારી,
    ત્રણ આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી.''

    આ પંક્તિઓભુજનો સુપેરે પરિચય કરાવે છે. અગાઉ ભુજ શહેર પાંચ નાકાં અને છઠ્ઠી બારી વચ્ચે સીમિત હતું. માત્ર 5 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું આ નગર આજે 56 ચોરસ કિલોમીટરમાં વિસ્તર્યું છે. લોકલાગણીઓમાં સમાયેલા આ શહેરના સ્થાપના દિવસે ભુજવાસીઓ પોતાનો જન્મદિવસ હોય તેવી રીતે ઉજવણી કરી એકબીજાને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે.

    આજે ભુજના 475મા સ્થાપના દિન નિમિતે પારંપરિક રીતે દરબાર ગઢમાં પ્રાગ મહેલ સામે આવેલા મંદિરમાં ખોડાયેલી પહેલી ખીલ્લીની પૂજા નગરપતિ દ્વારા કરવામાં આવી હતી. તો હર વર્ષ મુજબ સત્યમ સંસ્થા દ્વારા શાળાના બાળકોને સાથે રાખી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.
    First published:

    Tags: Kutch, Local 18

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन