Home /News /kutchh /Kutch: આ મ્યુઝિયમ નથી જોયું તો કચ્છ નથી જોયું, એક જ ઇમારતમાં જુઓ કેટલું બધુ જોવા મળશે!

Kutch: આ મ્યુઝિયમ નથી જોયું તો કચ્છ નથી જોયું, એક જ ઇમારતમાં જુઓ કેટલું બધુ જોવા મળશે!

X
માત્ર

માત્ર 10 રૂપિયામાં જુઓ આખું કચ્છ

માત્ર એક વ્યક્તિ દ્વારા બનાવાયેલ આ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ કચ્છની સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને સમાવી બેઠો છે

  Dhairya Gajara, Kutch: પ્રવાસન ક્ષેત્રે કચ્છ એટલું પ્રખ્યાત બન્યું છે કે દરેકના મોઢે એક જ વાત છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ સૂત્રને વળગી લાખો પ્રવાસીઓ હર વર્ષે કચ્છની મુલાકાતે આવે છે અને અહીંના વિશ્વવિખ્યાત સફેદ રણ ખાતે પહોંચે છે. પરંતુ કચ્છને જાણવા અને તેને સમજવા માટેનું એક સ્થળ એવું છે કે જેને મોટાભાગના પ્રવાસીઓ ભૂલી જાય છે અને એ છે કચ્છનું ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ. દેશના સૌથી મોટા જિલ્લાની વિવિધ સંસ્કૃતિ, તેનો ભૂગોળ અને તેના ઇતિહાસને આ નાનકડું મ્યુઝિયમ સંગ્રહી બેઠો છે અને માટે જ એ કહેવું પણ અતિશયોક્તિ નથી કે જેમણે આ મ્યુઝિયમ નથી જોયું તેમણે કચ્છ નથી જોયું.

  પૂર્વ કચ્છ જંગલ ખાતાના વડા રહી ચૂકેલા રામસિંહજી રાઠોડ દ્વારા 1980માં આ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ સ્થાપવામાં આવ્યો હતો. કચ્છની લોક સંસ્કૃતિ પર સતત અધ્યયન કરતા રામસિંહજીએ કચ્છના દરેક સમાજની સંસ્કૃતિને ખૂબ સુંદર રીતે આ મ્યુઝિયમમાં સ્થાન આપ્યું છે. આજે પણ આ મ્યુઝિયમ રામસિંહજી દ્વારા સ્થપાયેલ ભારતીય સંસ્કૃતિ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે.

  આ મ્યુઝિયમ બે ભાગોમાં વહેંચાયેલો છે. પ્રથમ ભાગ એટલે કે મ્યુઝિયમમાં સાહિત્ય ચિત્રો, પુરાતત્વીય સંગ્રહો, પરંપરાગત વસ્તુઓ, હસ્તકળા વગેરે આ મ્યુઝિયમમાં જોવા મળે છે. કચ્છના પારંપરિક સંગીત વાદ્યો, ભૂસ્તરશાસ્ત્રને લગતા પથ્થર, અશ્મિભૂત અવશેષો તેમજ દુર્લભ ફોટા અહીં જોવા મળે છે. તો કચ્છના વિવિધ સમાજોના ભરતકામ, તેમનું પહેરવેશ, તેમના દાગીના થકી કચ્છની વૈવિધ્યતાને ઉત્કૃષ્ટ રીતે અહીં દર્શાવવામાં આવ્યું છે.

  તો મ્યુઝિયમ બાદ કચ્છીયત કમઠાણ નામનું ગ્રામ્ય ઉદ્યાન પ્રવાસીઓને કચ્છના ગ્રામ્ય લોકોની રહેણીકરણીથી માહિતગાર કરે છે. કચ્છના ગ્રામીણ જીવનનું એક સુંદર ચિત્ર અહીં પ્રવાસીઓને સ્પષ્ટ થાય છે. દેશી ભુંગો, જળકુંડ, માટીના વાસણો સહિત ગ્રામ્ય જીવનમાં વપરાશમાં લેવાતી દરેક વસ્તુઓ અહીં પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. તો આ ગ્રામ્ય ઉદ્યાનમાં જ બનાવાયેલ કેસર ચોરો મનુષ્યના જીવનથી મરણ સુધીના જરૂરી સાધનો દર્શાવે છે. તો આ જ વિભાગમાં વિશ્વ વિખ્યાત બનેલા કચ્છના સફેદ રણની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે.

  આ સમગ્ર મ્યુઝિયમ મુકાયેલ હરેક વસ્તુનો એક આગવો મહત્વ છે અને તેને તે સ્થાને મુકાયા પાછળ પણ એક કારણ છે. એક સામાન્ય વ્યક્તિ કદાચ આ મ્યુઝિયમને ફક્ત એક સંગ્રહાલય તરીકે નિહાળે છે પરંતુ અસલમાં આ મ્યુઝિયમ કચ્છના ઇતિહાસ, સંસ્કૃતિ અને ભૂગોળ ઉપરાંત જીવનની અનેક મહત્વની બાબતો શિખવાડતું એક ફિલોસોફર છે.
  First published:

  Tags: Kutch, Local 18

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો